અશાંત ધારાની અમલવારી મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

  • અશાંત ધારાની અમલવારીમાં મંજૂરી માટે બે જ પાસા મહત્વના: હાઇકોર્ટ
  • ખરીદનાર અને વેચનાર બંનેની મુક્ત સંમતિ હોવી જરૂરી
  • અશાંત ધારાની અમલવારીને લેઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે

ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે અશાંત ધારાની અમલવારીમાં મંજૂરી માટે બે જ પાસા મહત્વના છે જેને પગલે ખરીદનાર અને વેચનાર બંનેની મુક્ત સંમતિ હોવી જરૂરી છે. વધુમાં હાઇકોર્ટ ચુકાદો આપતા કહ્યું કે વેંચનારને ખરીદનાર પાસેથી પૂરતું વળતર મળ્યું હોવું જરૂરી છે. તેમજ ત્રાહિત વ્યક્તિની અરજી આધારે અશાંત ધારા રદ્દ કરવીએ પણ યોગ્ય નહિ હોવાનું હાઇકોર્ટે ઉમેર્યું હતું. લઘુમતી સમાજના બે ભાગીદારોએ બહુમતી સમાજના એક વ્યક્તિને ભાગીદાર રાખીને બહુમતી સમાજના એક વ્યક્તિ જોડેથી ખરીદેલી જગ્યા ને અશાંત ધારા હેઠળ અપાયેલી મંજૂરીને કોર્ટે વ્યાજબી ઠેરવી છે. કોમ્યુનિટીના પોલરાઈઝેશન બાબતની ફરિયાદ કોર્ટે નકારી છે.

અશાંત ધારો એટલે શું?

અશાંત ધારો એટલે કે જ્યારે તમારે મકાન કે કોઇ દુકાન વેચવી હોય તો તેની પર એક ચોક્કસ નિયંત્રણ લાગે છે. અશાંત ધારામાં સમેવશ થતા વિસ્તારમાં મિલકત વેચવા માટે કલેક્ટરને ફરજિયાત જાણ કરવી પડે છે. જેમાં કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકતકોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય. તેવા અનેક નિયંત્રણો હોય જીં