મુંબઇ, વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન માટે ખેલાડીઓની હરાજી શનિવારે (૯ ડિસેમ્બર) થશે. આ હરાજીનું આયોજન મુંબઈમાં કરવામાં આવશે. આ વખતે ૩૦ સ્થાન માટે ૧૬૫ ખેલાડીઓ રેસમાં છે. પાંચ ટીમોએ પહેલાથી જ તેમના જાળવી રાખેલા અને છોડેલા ખેલાડીઓની સૂચિ સબમિટ કરી દીધી છે અને આગામી સિઝન માટે તેમની ટીમને મજબૂત કરવાની એક છેલ્લી તક મળશે.
હરાજી માટે પસંદ કરાયેલા ૬૧ બિન-ભારતીય ખેલાડીઓમાં શ્રીલંકાની ચમારી અટાપટ્ટી, વેસ્ટ ઈન્ડિઝની ડીઆન્દ્રા ડોટિન અને દક્ષિણ આફ્રિકાની શબનમ ઈસ્માઈલનો સમાવેશ થાય છે. ગુજરાત જાયન્ટ્સ રૂ. ૫.૯૫ કરોડના સૌથી મોટા પર્સ સાથે હરાજીમાં ઉતરશે. તેની પાસે ૧૦ ખેલાડીઓની જગ્યા ખાલી છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી ઓછું રૂ. ૨.૧ કરોડનું પર્સ છે જ્યારે દિલ્હી કેપિટલ્સ પાસે હરાજી માટે માત્ર ત્રણ સ્લોટ ઉપલબ્ધ છે. વિમેન્સ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી શનિવારે (૯ ડિસેમ્બર) થશે. ખેલાડીઓની હરાજીનું આયોજન મુંબઈમાં કરવામાં આવશે.ખેલાડીઓની હરાજી બપોરે ૨.૩૦ કલાકે શરૂ થશે.