ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. એકનો વધારો કર્યો છે. આ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આના પગલે ગુજરાતમાં હવે સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૭૫.૨૬ થઈ ગયો છે. સીએનજીના ભાવમાં વધારો થતાં હવે ગુજરાતમાં પીએનજીનો ભાવ વધારો થયો છે.
આ પહેલા દિલ્હીમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧ રૂપિયાનો વધારો કર્યો છે. કિંમતોમાં વધારો દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, મેરઠ, શામલી, મુઝફરનગર અને રેવાડીને અસર કરશે. મળતી માહિતી મુજબ, નવી કિંમતો આજે (૨૨ જૂન) સવારે ૬ વાગ્યાથી લાગુ થઈ ગયા છે.
સીએનજીની કિંમત જે અત્યાર સુધી દિલ્હીમાં ૭૪.૦૯ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતો હતો. તે આજથી ૭૫.૦૯ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો થશે. સીએનજીના ભાવમાં આ વધારો આઇજીએલ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજી ૭૮.૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું. હવે આજથી તેની કિંમત ૭૯.૭૦ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. જોકે, ગુરુગ્રામમાં સીએનજીની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.