ગુજરાત કોંગ્રેસે બીજી યાદી જાહેર: ૪ મુસ્લિમોને ટિકિટ આપી? ભાજપની યાદીમાં એકપણ મુસ્લિમ ચહેરો નહિ


અમદાવાદ,
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભાજપની યાદી બાદ ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપે ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખતા ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસે ગત મોડી રાતે ૪૬ ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે.

આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ ૮૯ ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે. આ સાથે જ કોંગ્રેસ અનેક ધારાસભ્યોને રિપીટ કર્યાં છે.

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદીમાં ૪ મુસ્લિમોને ટિકિટ આપી છે. પરંતુ ભાજપની યાદીમાં એક પણ મુસ્લિમને ટિકિટ આપવામાં આવી નથી. કોંગ્રેસે અબડાસા, વાંકાનેર, વાગરા અને સુરત પૂર્વમાં મુસ્લિમ ઉમેદવાર ઉતર્યા છે.

અબડાસામાં મમદભાઈ જુંગ કોંગ્રેસના ઉમેદવાર બનાવાયા છે, જ્યારે વાંકાનેરમાં ધારાસભ્ય મોહમ્મ્દ જાવેદ પીરઝાદાને રિપીટ કરાયા છે. વાગરાથી સુલેમાન પટેલ અને સુરત પૂર્વથી અસલમ સાયકલવાલા ઉમેદવારને મેદાન ઉતાર્યા છે.

કોંગ્રેસે સૌરાષ્ટ્રની બેઠક ઉપર સૌરાષ્ટ્રના તમામ ૧૭ ધારાસભ્યોને કોંગ્રેસે રિપીટ કર્યા છે તો દક્ષિણ ગુજરાતના ૫ ધારાસભ્યો પૈકી ૪ ને રિપીટ કરાયા છે. દસાડાથી નૌશાદ સોલંકી, ચોટીલાથી ૠત્વિક મકવાણા, ટંકારાથી લલિત કગથરા, વાંકાનેરથી મોહમ્મદ જાવેદ પીરજાદા રિપીટ ધોરાજીથી લલિત વસોયા, કાલાવડથી પ્રવીણ મુછડીયા, જામજોધપુરથી ચિરાગ કાલરીયા રિપીટ ખંભાળિયાથી વિક્રમ માડમ, જુનાગઢથી ભીખાભાઈ જોશી, માંગરોળથી બાબુભાઈ વાજા રિપીટ સોમનાથથી વિમલ ચુડાસમા, ઉનાથી પુંજાભાઈ વંશ, અમરેલીથી પરેશ ધાનાણી રિપીટ કરાયા લાઠીથી વિરજીભાઈ ઠુંમર, સાવરકુંડલાથી પ્રતાપ દુધાત, રાજુલાથી અમરીશ ડેર અને તળાજા થી કનુભાઈ બારૈયા રિપીટ કર્યા છે.

કોંગ્રેસની આ યાદીમાં ૧૨ પાટીદારોનો સમાવેશ થાય છે અને જ્ઞાતિ જાતિના સમીકણો આ પ્રમાણે છે ૧૨ પાટીદાર ઉમેદવાર,૪ મુસ્લિમ ઉમેદવાર,૬ કોળી ઉમેદવાર,૩ કોળી પટેલ ઉમેદવાર,૩ દલિત ઉમેદવાર,૭ આદિવાસી ઉમેદવાર,૨ બ્રાહ્મણ ઉમેદવાર,૧ જૈન ઉમેદવાર,૩ ક્ષત્રિય ઉમેદવાર,૩ આહીર ઉમેદવાર,૧ ઓબીસી ઉમેદવાર૧ મરાઠી ઉમેદવાર છે.