
ગોધરા, ગોધરા શહેરના ગાંધી ચોકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ABVP કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વવિધાલયમાં પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ Gujarat Common Addmission Service (GCAS)નો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અભિનંદનને પાત્ર છે, પરંતુ તે પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે, જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલી થઈ છે. ત્યારથી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ સરકાર સમક્ષ રાખી તેનુ નિવારણ લાવવાનો પ્રયાસ અ.ભા.વિ.5 કરતી આવી છે.
સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા એ દૂરદર્શી નિર્ણય છે. પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પોચાડવાનો પ્રયાસ કરી રહી છે, તે સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા ABVP દ્વારા માંગ કરવામાં આવે છે કે,GCAS પોર્ટલ આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વવિધાલયોમાં એડમીશન થી ઘણા વિધાર્થીઓ હજુ પણ વંચિત છે.
ત્યારે વિધાર્થીહિતને ધ્યાને લઇ તેમના માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામા આવે તથા ગ્રામ્ય વિસ્તારની કોલેજોમાં વિધાર્થીઓ ટેકનોલોજી અને પ્રક્રિયા ની જાણકારી નો અભાવ હોવાથી પ્રવેશ થી વંચિત ન રહે એના માટે યોગ્ય નિર્ણય કરવામા આવે,GCAS થકી પ્રવેશ પ્રક્રિયામાં વિધાર્થી એક રાઉન્ડ મા કોઈ કોલેજમાં એડમિશન મેળવે છે, ત્યારે બીજા રાઉન્ડ તે વિધાર્થી ભાગ લઇ શકતો નથી અને તેને પ્રક્રિયા માથી બહાર કાઢી દેવામાં આવે છે. સાથે વિધાર્થીને એડમીશન રદ્દ કરવુ હોય કે ફોર્મમાં રહેલ કોઈ ભુલ સુધારવાનો વિકલ્પ નથી મળતો જે ખુબ ગંભીર પ્રશ્ન છે, જેનો ત્વરિત ઉકેલ લાવવો અનિવાર્ય છે. GCAS પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રિત કરવાનું હતું, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતા લાગે છે કે,GCAS પોર્ટલ થકી જ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ચલી રહી હોય એવું લાગી રહ્યું છે. GCAS પોર્ટલ પર એકત્રિત થયેલ નિજી ડેટા વર્તમાનમાં કર્યા-કયાં ઉપયોગ થઈ રહ્યો છે, તેની માહિતી રાખવી મહત્વની છે. કોલેજના મેરીટ લીસ્ટ કયા માપદંડ પ્રમાણે બની રહ્યા છે, એની કોઈપણ પ્રકારની જાણકારી નથી. જેથી GCAS ની પારદર્શકતા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
જેના પર ત્વરિત કાર્યવાહી આવશ્યક છે, કોલેજમાં પ્રવેશ મળ્યા સુધી કોઈ પ્રકારનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન વિધાર્થીઓનું કરવામા આવ્યું નથી. વિધાર્થી દ્વારા જાતિની જે માહિતી ભરવામાં આવી એ માની લેવામાં આવી છે. જેના કારણે એડમિશન આપવામાં ચૂક થઈ શકે છે, LLB લો કોલેજની એડમિશન પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી જે ત્વરિત ધોરણે શરૂ કરવામા આવે. અમુક સ્નાતક અભ્યાસક્રમોના છેલ્લા સેમના પુન: ચકાસણી કે પૂરક પરીક્ષાના પરિણામ બહાર પડવાના બાકી છે. ત્યારે PG ના વિધાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની અલગ વ્યવસ્થા કરવામાં આવે.
અથવા તો એ પરિણામ ત્વરિત ધોરણે બહાર પાડવામાં આવે જેથી વિધાર્થી GCAS માધ્યમે પ્રવેશ લઇ શકે, GCAS પોર્ટલ પર કઈ કોલેજની કેટલી સીટો છે અને કેટલી બાકી છે, કોલેજ નુ કટ ઓફ કયાં છે, કોલેજ ની કી કેટલી છે તથા આરક્ષિત કરેલ સીટોની સંપુર્ણ માહિતી ઉપલ્બધ કરવામાં આવે, જેથી વિધાર્થીઓ અસમંજશમા ન મુકાય.
ગુજરાત વિશાળ વિદ્યાર્થી સમુદાયને અને તેમના પ્રશ્નોને ધ્યાને લઇ ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહી કરવાની માંગ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ કરે છે. ગુજરાતની ‘બ્યોરોક્રેસીના પોતાના સ્વાર્થને સાચવવાવાળા બદઈરાદાઓને રોકવામાં નહિ આવે તો આવનારા 48 કલાક બાદ છાત્રોના પ્રશ્નોના નિરાકરણ હેતુ વિધાર્થી પરિષદના કાર્યકર્તા રસ્તા પર ઉતરી ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે. જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે.