ગુજરાતમાં ચૂંટણી પહેલા હોમગાર્ડ અને GRDના જવાનોના વેતનમાં કરાયો વધારો

  • હોમ ગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારની જાહેરાત   
  • હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે
  • જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે
  • CM દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે જાહેરાત

વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે. 

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે બરાબર ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. CM દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનને લઈ જાહેરાત કરાઇ છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ. વેતન મળશે. આ સાથે જીઆરડી જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂ. વેતન મળશે.  જોકે મહત્વનું છે કે, આ વધારો 1 નવેમ્બર 2022થી ગણાશે.