અમદાવાદ, આજના પાવન દિવસને ગુગળી બ્રાહ્મણો આ નુતન દિવસ અલગ રીતે ઉજવે છે. આજના દિવસે બ્રહ્મ સમાજ સમસ્ત વર્ષ દરમિયાન સમાજની પ્રવૃતિઓની સુચી રજુ કરે છે. વહેલી સવારથી જ ગુગળી બ્રાહ્મણો પવિત્ર ગોમતી નદીના ઘાટે દેહશુધી માટે ગોમતી સ્નાન કરી સમાજની બ્રહ્મપુરી ખાતે બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઇ ધારણ કરી હતી. જનોઇની સાથે સાથે બ્રાહ્મણ પરિવારમાં ગત રક્ષાબંધનના તહેવાર પછી જન્મેલા નવ રૂષીકુમારોને આજના દિને રૂષી પાટલાને પગે લગાડવાની અનોખી પરંપરા છે. ધાર્મિક પરંપરાઓના લીધે દ્વારકા નગરી એ વિશિષ્ટ નગરી ગણવામાં આવે છે.દ્વારકા ગૂગળી બ્રાહ્મણો દ્વારા આજે ગોમતી ઘાટે દેહ શુદ્ધિ કરી પૂજન અર્ચન, જ્ઞાતિ દ્વારા કરાવવામાં આવ્યું હતું. અને તે મુજબ જનોઈ બદલાવી હતી.
દરમિયાન બ્રાહ્મણો માટે દિવાળી જેવો તહેવાર ગણવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનના દિવસે સમસ્ત બ્રાહ્મણ સમાજના યુવકો તેમજ વડીલો જૂની યજ્ઞો પવિત આજે બદલી મે નવી જનોઈ ધારણ કરે છે જૂની જનોઈ ને નદી અથવા તળાવમાં પધરાવી નવી યજ્ઞો પવિત ધારણ કરતા હોય છે. ત્યારે ચાણસ્મા ખાતે આવેલ પીપળેશ્ર્વર મહાદેવના મંદિર પરિસરમાં ચાણસ્મા શહેર તેમજ આજુબાજુ વસવાટ કરતા બ્રાહ્મણ સમાજના યુવકો તેમજ વડીલો એકત્રીત થઈ પીપળેશ્ર્વર મહાદેવ ની અંદર ભગવાન શિવજીને મંત્રોચ્ચાર સાથે બીલીપત્ર ચડાવી દુધાભિષેક કરી શુભ મુહૂર્ત ની અંદર શાસ્ત્રોકત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે નવી યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી.
રક્ષાબંધન એટલે કે બળેવના દિવસે ચાણસ્મા તેમજ આજુબાજુના વિસ્તારના સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિના લોકો બહોળી સંખ્યામાં એકત્રીત થઈ શહેરની અંદર આવેલ પીપળશ્ર્વર મહાદેવ મંદીરની અંદર સમુહ યજ્ઞો પવિત એટલે કે જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બ્રાહ્મણ સમાજના વડીલો તેમજ યુવકો દ્વારા પિતાંબર પહેરી ભગવાન શિવજીને બિલિપત્ર ચઢાવી દુધાભિષેક કરી શુભ મુહૂર્ત શાસ્ત્રોકત વિધી અનુસાર મંત્રોચ્ચાર સાથે સમુહ યજ્ઞો પવિત ધારણ કરી હતી.અમદાવાદમાં પણ શુભ મુહૂર્ત શાસ્ત્રોકત વિધી અનુસાર મંત્રોચ્ચાર સાથે સમુહ યજ્ઞો પવિત ધારણ કરી હતી.