રાજ્ય ભારે તાવની ઝપેટમાં આવી ગયું છે. આના લીધે રાજ્યમાં રોજના ૧૫૦ જેટલા દર્દી હોસ્પિટલ ભેગા થાય છે. આના લીધે છેલ્લા સાત મહિનામાં ભારે તાવના ૨૯૨૪૦ કેસ થયા છે. બીજા શબ્દોમાં કહીએ તો આટલા લોકોએ હોસ્પિટલાઇઝ થવું પડ્યું છે. તેમા એકલા અમદાવાદમાં ભારે તાવના સૌથી વધુ ૭૪૪૩ કેસ સામે આવ્યા છે. ૧૦૮ ઇમરજન્સીને ભારે તાવના લીધે અધધ કોલ જોવા મળ્યા છે. તેમાં સુરતમાં ૩૬૧૪, રાજકોટમાં ૧૨૪૫ કોલ્સ મળ્યા છે.
વડોદરામાં ૧૧૫૧ ,વલસાડમાં ૧૧૦૭ કોલ્સ મળ્યા છે. તેમજ કચ્છમાં ૧૦૭૬, જૂનાગઢમાં ૧૦૦૯ કોલ્સ નોંધાયા છે. ભારે તાવ સાથે શરદી, ખાંસી, તાવના કેસ વધ્યા છે. ૧૦૮ ઇમરજન્સી સેવાને ભારે તાવના કેસનો આંકડો જાણશો તો ચોંકી જશો, જેમાં સુરતમાં ૩૬૧૪ ,રાજકોટમાં ૧૨૪૫, વડોદરામાં ૧૧૫૧, વલસાડમાં ૧૧૦૭, કચ્છમાં ૧૦૭૬, જૂનાગઢમાં ૧૦૦૯ કોલ્સ નોંધાયા છે. અંદાજે રોજના હાઇફીવરના ૧૫૦ દર્દીઓને હોસ્પિટલ ખસેડાય છે. જેમાં ભારે તાવ સાથે શરદી, ખાંસી, તાવના કેસો પણ વયા છે.
રાજ્યમાં ભારે તાવના કેસ વયા છે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરીથી જુલાઈ એમ સાત મહિનામાં ભારે તાવના કેસમાં ૨૯,૨૪૦ દર્દીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે, ગત વર્ષ ૨૦૨૩ના સાત મહિનામાં ૨૮,૪૪૬ દર્દીઓના ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સવસમાં કોલ નોંધાયા હતા. આ માત્ર એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ગયેલા દર્દીઓનો આંકડો છે, આ સિવાય મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેસ નોંધાયા છે.
૧૦૮ ઈમરજન્સી સેવાના સૂત્રો કહે છે કે, અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૪ના સાત મહિનામાં ૭,૪૪૩ કોલ્સ નોંધાયા છે. ગત વર્ષે ભારે તાવના કેસમાં રોજ ૧૩૫ દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા, આ વખતે ૨૦૨૪ના સાત માસમાં દર રોજ ૧૫૦ જેટલા હાઈ ફિવરના દર્દીઓને એમ્બ્યુલન્સની જરૂર પડી છે. તબીબોનું કહેવું છે કે ત્યારે ચોમાસાની સિઝનમાં પણ ભારે તાવના કેસનું પ્રમાણ વયું છે. શરદી, ખાંસી, તાવ સહિતના વાઇરલ ઈન્ફેક્શનના કેસોને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ક્તાર જોવા મળે છે.