અમદાવાદ, લોક્સભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટાપાયે ભરતી મેળો શરૂ થયો છે. લોક્સભાની ચૂંટણી પહેલાં ભાજપનો ભરતી મેળો ચાલી જ રહ્યો છે. લોક્સભાની ચૂંટણી પૂર્વે ભાજપની ભરતી અભિયાન તેજ બનાવાયું છે. આજે કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપામાં આજે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના ચાર આગેવાન જોડાયા છે. જેમાં બે પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને ડભોઈના બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા છે. તો આ સાથે જ જિલ્લા પંચાયત અને તાલુકાના પંચાયતના ૮ સભ્યો ભાજપમાં જોડાયા છે. આપ અને કોંગ્રેસના લગભગ ૨૦૦૦ જેટલા કાર્યર્ક્તાઓ ભાજપમાં જોડાયા છે. આજે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટાપાયે ભંગાણ કરવામાં ભાજપ સફળ નીવડ્યું છે.આજે ૨ પૂર્વ ધારાસભ્યો,૬ પુર્વ સભ્યો જિલ્લા સદસ્યો ,૨૮ પુર્વ સભ્યો તાલુકા સદસ્યો ,૫૦ કાંગ્રેસ સંગઠનના પુર્વ હોદ્દેદારો,૧૬૦ થી વધારે સરપંચ અને ૧૦૦ થી વધારે સહકારના આગેવાન મળી ૨૦૦૦ જેટલા કાર્યકર નેતા આપ અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં
સૌરાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, અમદાવાદમા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી, કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવી, કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ હરેશ કલસારીયા, કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવી, વિચરતી વિમુક્તજાતિઓની પ્રદેશ સમિતિના સેલના પ્રમુખ જશવત યોગી
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર નેતાઓએ જણાવ્યું કે, ભાજપ જે રીતે વિસ્તારમાં કામ કરી રહી છે તેનાથી તેઓ પ્રેરાયા છે. તેઓએ સમયના પ્રવાહ સાથે રહેવા માટે ભાજપ કર્યુ છે. સંજય ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસે મને ઘણી જવાબદારી આપી હતી, મારી કોંગ્રેસ પ્રત્યે કોઇ નારાજગી નથી. તો બળવંત ગઢવીએ જણાવ્યું કે, આઇ સોનલબાનો પ્રસંગ અને રામ મંદિરના નિર્માણથી પ્રેરાઈ હું ભાજપ જોડાયો છું. રામમંદિરની પ્રતિષ્ઠામાં ન જવાનો હાઇ કમાન્ડનો નિર્ણય અને કાર્યકરોને જવા માટે કહ્યું. પાર્ટીના આવા દિશાહિન નિર્ણયને કારણે મેં પાર્ટી છોડી છે. તો ઘનશ્યામ ગઢવીએ કહ્યું કે, મેં હોદ્દાનો મોહ નથી રાખ્યો. મારે સમાજ માટે જે કામ કરવું હતું તે થતું ન હતું. સારું કામ ભાજપમાં થઈ રહ્યું છે. કોંગ્રેસમાં ક્યાંય શિસ્તતા નથી, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે અને હું શિસ્તમાં માનું છું. કોંગ્રેસમાં રહી માત્ર મોદી અને અમિત શાહનો વિરોધ જ કરવાનો ? કોંગ્રેસ દ્વિધા ભરી પાર્ટી છે માટે ભાજપની પસંદગી કરી છે. તો હરેશ કલસરીયાએ જણાવ્યું કે, કોંગ્રેસમાં પ્રમુખ હોય તેના વ્યક્તિને મહત્વ મળે છે. પાર્ટી માટે કામ કરતા હોઇએ પણ કોઇ નોંધ નથી લેવાતી. રામ મંદિર અને ૩૭૦ નુ કામ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના કારણે થયું. જો સારૂ કામ થાય તો વિપક્ષ તેને બિરદાવું જોઇએ માત્ર વિરોધ ન હોય. હોદા વિના કામ કરી મોદી સાહેબ અને અમિત ભાઇના હાથ મજબુત કરવા ભાજપમાં જોડાયા.
સેન્ટ્રલ જીએસટીના ડેપ્યુટી કમીશનર રમેશ ચૌહાણ પણ આજે ભાજપામાં જોડાયા છે. ભાજપમાં જોડાવા પોતાની સરકારી ફરજમાંથી વિઆરએસ લીધું છે. તેઓએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીથી પ્રભાવિત થઇ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. પ્રધાનમંત્રી થકી દેશમાં જીએસટી લાગુ થયું છે. તેમના થકી દેશ ફાઇવ ટ્રીલીયન ઇકોનોમી બનશે. રામ મંદિરના સ્વપ્નને પ્રધાનમંત્રીએ સાકાર કર્યું છે. લોકોની સેવા કરવા માટે ભાજપમાં જોડાયો છું.