ગુજરાત એટીએસએ સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું ૪.૫ કરોડનું કેમિકલ જપ્ત કર્યું

સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ મળી આવ્યું છે. જેમાં સુરતના પલસાણામાં ગુજરાત એટીએસએ રેડ કરી હતી. તેમાં ૪.૫ કિલો કેમિકલ સહિત રૂપિયા ૪.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પર ડ્રગ્સ બનાવવા માટે વપરાતુ કેમિકલ મળ્યુ હતું. પલસાણાના ઔધોગિક વિસ્તારમાં આ ઘટના બાદ ચકચાર મચી છે.

સુરતમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાની આશંકાએ આ રેડ કરવામાં આવી હતી. તેમજ ગુજરાત એટીએસે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.આ માહિતી સુત્રો દ્વારા મેળવવામાં આવી છે. શહેરમાં છેલ્લા લાંબા સમયથી ‘નો ડ્રગ્સ ઈન સુરત’ નામનું અભિયાન પોલીસ ચલાવી રહી છે. સુરત પોલીસ ડ્રગ્સનો કારોબાર કરતા હોય તે લોકો પર પોલીસ સતત કામગીરી કરી રહી છે. અગાઉ સુરતના ભેસ્તાન રસ્તા પાસેથી સુરત પોલીસે સાત લોકોને ડ્રગ્સ સહિત કુલ ૨૪.૪૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. લક્સઝુરિયસ કારમાં પાંચથી સાત લોકો ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે લક્સઝુરિયસ કારમાં પાંચથી સાત લોકો ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા છે.આ બાતમીના આધારે સુરત પોલીસે ભેસ્તાન રસ્તા નજીકથી બે લક્સઝુરિયસ કારોને રોકીને તપાસ હાથ ધરી હતી.ત્યારે ત્રણ યુવતી અને ચાર યુવક પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે અભય યાદવ ,મુસ્કાન અન્સારી, ખુશી પાંડે ,અરમાન પઠાણ, રૂબી વિશ્ર્વકર્મા, અસપાક ખાન અને મોહમ્મદ જુનેડ કડિયાને ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓ પાસેથી ૩૬,૬૦૦ની કિંમતનો ૩.૬૭૬ મોબાઈલ અને બે કાર કબજે કરી ૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ડ્રગ્સ કાલુ વોરાજી અને સમીર પાસેથી લાવવામાં આવ્યું હતું એવી વિગતો સામે આવી હતી. આરોપીએ કબુલાત કરતા પોલીસે ચાર યુવક સહિત ત્રણ મહિલાને ઝડપી પાડી તેમની બે લક્સઝુરિયસ કારો પણ કબજે લીધી હતી. અને આરોપીઓ જે બે વ્યક્તિ પાસેથી જથ્થો લાવ્યા હતા તેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી.