ગુજરાત અને પંજાબમાં પેટ્રોલ મોંઘું થયું,ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર નહી

અમદાવાદ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે સવારે લગભગ ૬ વાગ્યે ડબ્લ્યુટીઆઇ ક્રૂડ નજીવા વધારા સાથે ૭૦.૫૦ પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૭૫.૮૯ પ્રતિ બેરલ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે ૬ વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન ૨૦૧૭ પહેલા દર ૧૫ દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો.

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ૮૪ પૈસાનો વધારો થયો છે. અહીં ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પંજાબમાં પેટ્રોલ ૫૧ પૈસા અને ડીઝલ ૪૮ પૈસા મોંઘુ થયું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ ૧૧ પૈસા અને ડીઝલ ૧૨ પૈસા સસ્તું થયું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.જયારે દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૯૬.૭૨ અને ડીઝલ રૂ. ૯૦.૦૮ પ્રતિ લિટર,મુંબઈમાં પેટ્રોલ રૂ. ૧૦૬.૩૧ અને ડીઝલ રૂ. ૯૪.૨૭ પ્રતિ લિટર,કોલકાતામાં પેટ્રોલ રૂ. ૧૦૬.૦૩ અને ડીઝલ રૂ. ૯૨.૭૬ પ્રતિ લિટર,ચેન્નાઇમાં પેટ્રોલ રૂ. ૬૩૧. અને ડીઝલ રૂ. ૯૪.૨૪ પ્રતિ લીટર,નોઈડામાં પેટ્રોલ ૯૬.૬૫ રૂપિયા અને ડીઝલ ૮૯.૮૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, ગાઝિયાબાદમાં ડીઝલની કિંમત ૯૬.૫૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૭૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે, લખનૌમાં પેટ્રોલ ૯૬.૪૭ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૬ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, પટનામાં પેટ્રોલ ૧૦૭.૨૪ રૂપિયા અને ડીઝલ ૯૪.૩૬ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, પોર્ટ બ્લેરમાં પેટ્રોલ ૮૪.૧૦ રૂપિયા અને ડીઝલ ૭૯.૭૪ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે

દરરોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો બહાર પાડવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.