ગુજરાતના આ કાળિયાર અભ્યારણમાં 28 કાળિયારના મોત, અધિકારીએ કહ્યું- ડૂબી જવાથી બને છે આવું

સમગ્ર દેશમાં એક માત્ર કાળિયાર માટેનું રાષ્ટ્રીય અભ્યારણ આવેલું છે, પરંતુ અહીં વરસાદમાં ફરી વળતા પૂરના પાણી અને પાણીના નિકાલની આડે આવેલા મીઠાના અગરોના કારણે પાણી અનેક વખત કળિયારના મોત થતા આવ્યા છે. તાજેતરમાં પણ કાળુભાર, રબાઘોલા, ઘેલો અને વાગડ નદીમાં આવેલા પૂરના પાણી આ ભાલ પંથકમાં આવેલા વિસ્તારમાં ફરી વળતા 28 જેટલા કાળિયારોના મોત થયા છે. જેને લઇને વન વિભાગ દોડતું થયું છે.

  • ભાવનગરની કાળુભાર અને ઘેલો નદીના જળસ્તર વધતા કાળિયારના થયા મોત
  • કાળિયાર માટે નદીના ધસમસતા વહેણ આફતરૂપ બન્યા
  • પાર્કની બહાર ફરતા કાળિયારોના પાણીમાં ડૂબી જવાથી થાય છે મોતઃ અધિકારી

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વેળાવદર ખાતે રાષ્ટ્રીય અભ્યારણ આવેલું છે. જ્યાં પાર્કની અંદર 2500 અને પાર્કની બહાર એટલે કે 40 કિલોમીટરની ત્રિજ્યામાં 3500 મળી કુલ 6000 જેટલા કાળિયારો અહીં જોવા મળે છે. આમ, તો કાળીયાર એ દેશ માટે ઘરેણું છે પરંતુ તેની સલામતી માટે કોઈ પગલાં લેવાતા નથી. ઉલ્ટાનું આ વિસ્તાર બંજર છે તેમ માનીને સરકારે અહીં મીઠા અગરો માટે જમીન ફાળવી દેતા હવે પૂર્ણ પાણીનો નિકાલ થતો નથી અને તે પાણી કાળીયાર માટે આફત નોતરે છે.

તાજેતરમાં પાળિયાદ અને માઢીયા વિસ્તારમાં ડૂબી જવાથી અને શ્વાને ફાડી ખાવાથી 9 જેટલા કાળિયારના મોત થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં ભાવનગર તાલુકાના ઉંડવી અને કરદેજ ગામમાં પણ પૂરના પાણી ઘુસી જવાના કારણે 10થી વધુ કાળિયારના મોત થયા હતા. તેમજ ફરી એક વખત આ કાળિયાર અભયારણની બહારના વિસ્તરામાં પણ વધુ મૃતદેહ મળી આવતા મૃત્યુનો આંકડો 28એ પહોંચ્યો છે. જોકે વનવિભાગની ટીમે કાળિયારની શોધખોળ હાથ ધરી છે.

એક તરફ ભાવનગર અમદાવાદ હાઈવેના રસ્તાનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ મીઠાના અગરોના કારણે પાણીનો નિકાલ ના થતા આ વર્ષે ફરી એક વખત પૂર્ણ પાણી કાળિયાર માટે આફતરૂપ સાબિત થાય છે. જો કે આંકડો હજુ પાણી ઓસરીયા બાદ વધશે તેમ પણ મનાઈ રહ્યું છે.

આ અંગે અધિકારીઓનું કહેવું છે કે ચોમાસુ આવતા પહેલા કાળિયાર માટે પ્લેટફોર્મ બનાવવા તેમજ રોજમદારોની ભરતી તેમજ સ્થાનિક ગ્રામજનોનો સાથ લઈ તકેદારી રાખવા આવે છે તેમ છતાં પાર્કની બહાર ફરતા કાળિયારો પાણીમાં ડૂબી જવાથી મોત થતા હોય છે.

વર્ષ 2020માં 28 કાળિયારના મોત

ભૂતકાળમાં નજર કરીએ તો 1982માં વાવાઝોડાથી 311 કાળિયારના મોત થયા હતા. બાદમાં 2007માં પૂરના કારણે 195 કાળિયારના મોત થયા હતા અને હાલ 2020માં 28 કાળિયારના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don`t copy text!