ગાંધીનગર,
નાણાં પ્રધાન કનુ દેસાઇએ વર્ષ ૨૦૨૩-૨૪નું ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે શહેરી વિસ્તારોમાં પાણી, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, ઘન કચરાનો નિકાલ, સ્ટ્રીટલાઇટ વગેરે માળખાકિય સગવડોના વિકાસ દ્વારા ગુજરાતના શહેરોના રહેણાંકનું સ્તર ઉત્તરોત્તર સુધારવાની સરકારની નેમ છે. શહેરોના મૂળ વિસ્તાર અને તેની વધારેલી હદમાં આ સગવડોનું આયોજન મૂડીક્ષેત્રે મોટું રોકાણ માંગી લે તેમ છે. વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે માનવ વિકાસ સૂચકાંક સુધારવાના હેતુથી શહેરીક્ષેત્રોની માળખાકિય સગવડો માટે વિભાગના બજેટમાં ૩૭ ટકાનો માતબર વધારો સૂચવું છું.
નાણાંમંત્રીએ મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકિય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. આ યોજના માટે ૮૦૮૬ કરોડની જોગવાઇ.સ્થાનિક સ્વરાજની શહેરી સંસ્થાઓને નાણાકીય સહાય આપવાની યોજના (ઓક્ટ્રોય નાબૂદી વળતર યોજના) અંતર્ગત ૩૦૪૧ કરોડની જોગવાઇ.,અમૃત-૨.૦ અંતર્ગત પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ, તળાવોનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે ૧૪૫૪ કરોડની જોગવાઇ.,શહેરી વિસ્તારોને રેલ્વે ફાટક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત ૧૦૦ ઓવરબ્રીજ/અંડરબ્રીજ બનાવવા માટે ૧૧૩૧ કરોડની જોગવાઇ.
આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આગામી વર્ષમા ૧ લાખ જેટલા વધુ લોકોને આવાસ પૂરા પાડવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા ૧૦૬૬ કરોડની જોગવાઇ.,અંદાજિત ૧૮ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-૧ ની મેટ્રો સેવા કાર્યરત કરવામાં આવેલ છે, જ્યારે ફેઝ-૨ની કામગીરી પ્રગતિમાં છે. અંદાજે ૧૨ હજાર કરોડના ખર્ચે બનનાર સુરત મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-૧ અને ફેઝ-૨ની કાર્યવાહી પ્રગતિમાં છે. આ પ્રોજેકટને રાજ્ય સરકારની સહાય પેટે ૯૦૫ કરોડની જોગવાઇ.
શહેરી પરિવહનને વધુ સશક્ત બનાવવા માટે મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ ૫૦ ટકા વાયેબીલીટી ગેપ ફંડીંગ આપવામાં આવે છે. જે માટે ૩૦૦ કરોડની જોગવાઇનેશનલ રીવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે ૨૫૦ કરોડની જોગવાઇ. સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ ૨૬૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે નગરપાલિકાઓને વીજબીલ ભરવામાં સહાયભૂત થવા “વિજબીલ પ્રોત્સાહન નિધિ” સ્થાપિત કરવામાં આવશે. જે માટે ૧૦૦ કરોડની જોગવાઇ.જયારે મહાનગરપાલિકાઓમાં આઇકોનિક બ્રીજ બનાવવા માટે કુલ ૪૦૦ કરોડના આયોજન સામે જોગવાઇ ૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે આ ઉપરાંત અનેક યોજનાઓ પર નાણાંની ફાળવણી કરવામાં આવી છે..