રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડે છે. અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠું પડવાની શક્યતા છે. અરવલ્લી, ખેડા, અમરેલી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. ગીર સોમનાથ, દીવ, મહીસાગરમાં વરસાદ પડશે.
નર્મદા જીલ્લાનાં ડેડીયાવાડાનાં અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાનની આગાહી મુજબ નર્મદામાં વરસાદ પડ્યો હતો. સરીબાર, કોકમ અનો મોહબી જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ડાંગ જીલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાપુતારા, શામગહાન સહિત આસપાસનાં વિસ્તારોમાં બરફનાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બરફનાં કરા સાથે વરસતા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પાક નિષ્ફળ થવાની ખેડૂતોને ભીંતિ છે. સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓ વાતાવરણ પલટાથી ખુશ છે.
જ્યારે તા. 13 નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તા. 14 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ,બોટાદ, ભાવનગર, તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.