જૂનાગઢ, જૂનાગઢમાં ખૂબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. મંગેતરે આત્મહત્યા કરતાં યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. જૂનાગઢના બિલખા રોડ પરની ઘટના બની હતી. તેના લીધે બંને કુટુંબ અને સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. બંને કુટુંબો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.
જૂનાગઢ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તેની પાછળના કારણો શોધવા તપાસ આદરી છે. પહેલા તો મંગેતરે જ શા માટે આત્મહત્યા કરી લીધી તે વાત જ રહસ્યમયી છે. તેણે તેની ભાવિ વાગ્દત્તા સાથે કોઈ મુદ્દે ઝગડાના લીધે આત્મહત્યા કરી છે અથવા તો તેનું કોઈ બીજા સ્થળે પ્રેમપ્રકરણ ચાલતું હોય અને ત્યાં લગ્ન ન થઈ શકવાના હોય તેના લીધે આત્મહત્યા કરી છે. તે તપાસી રહી છે. આ સિવાય તેણે તેની ભાવિ પત્નીના કોઈ પ્રેમપ્રકરણના કારણે આત્મહત્યા કરી છે કે તેના પ્રેમી તરફથી કોઈ ધમકી તેને મળી છે તેની સંભાવના પર પણ પોલીસ તપાસ કરી રહી છે.
યુવતીના આત્મહત્યાનું પહેલું કારણ તો તેના મંગેતરે આત્મહત્યા કરી તે સામે આવી રહ્યું છે. આમ છતાં પોલીસ તેમા બીજા પાસાઓ પર પણ ચકાસણી કરી રહી છે. યુવતીનું કોઈ અગાઉનું પ્રેમપ્રકરણ હતુ અને ત્યાં તેના લગ્ન થઈ શકવાના ન હતા, તેની અભદ્ર તસ્વીરો તેના મંગેતરને મોકલાઈ હતી, તેને કોઈએ તેના મંગેતર સાથે લગ્ન ન કરવા ધમકી આપી હતી. આ બધી સંભાવનાઓની ચકાસણી થઈ રહી છે. આ માટે બંનેના કોલ ડિટેઇલ પણ જોવામાં આવી રહ્યા છે. જો કે બંને સાથે જીવી ન શક્યા, પરંતુ બંનેની અંતિમ યાત્રા જોડે નીકળી હતી. તેના લીધે બંનેના ઘર અને સમાજ આજે શોકગ્રસ્ત છે.