કોરોનાકાળની આ દિવાળીમાં અનેક મર્યાદાઓ વચ્ચે સૌથી મોટા તહેવારની ઉજવણી કરવાની છે. જો કે ઉજવણીમાં પાછા પડે એ ગુજરાતીઓ શેના કહેવાય? અનેક બંધનો અને મર્યાદાઓ વચ્ચે પણ ગુજરાતીઓ પોતાના ઘરે પરિવાર સાથે મિત્રો દિવાળીની ધામધુમથી ઉજવણી કરી રહ્યાં છે.
જ્યારે દેશમાં અનેક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હતો ત્યારે ગુજરાતમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કરવા માટે માગ કરવામાં આવી હતી. જો કે આવી કોઈ મનાઈ કરવામાં આવી નહોતી પરંતુ ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી નિશ્ચિત કરવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન સમગ્ર રાજ્યમાં ફટાકડાના કડાકા ભડાકા સાંભળવા મળ્યા હતા. દિવાઓની રોશનીથી શહેરો અને ગામડાઓ પ્રકાશિત જોવા મળ્યા છે તો ઘરમાં રંગોળીના રંગોથી કોરોનાનું દર્દના કાળો કલર ઝાંખો પાડ્યો છે.
દિવાળીને વધુ ખાસ બનાવવા, નવી ચીજવસ્તુઓ લેવા માટે બજારોમાં હજુ સુધી ભીડ જોવા મળી રહી છે. ઘર ડેકોરેશનનની વસ્તુઓ,નાસ્તાઓ, નવા કપડાં અને ફટાકડાની ખરીદી ચાલી રહી છે અને બજારમાં ભીડ કરતા રોનક વધુ જોવા મળી રહી છે. કોરોનાના ડર વચ્ચેની આ દિવાળી ઉજવવાની લોકોએ નવી જ રીત શોધી લીધી છે અને મોટાભાગના લોકો પોતાના ઘરે રહીને પરિવાર સાથે જ માસ્ક પહેરવાના કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને ફટાડકા ફોડતા જોવા મળ્યા છે. વેપારીઓએ ચોપડા પૂજન કરીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે