- બાળકોને સારા સંસ્કાર આપી છૂપાયેલી શક્તિને બહાર લાવવાનું કામ શિક્ષકનું છે -આદિજાતી વિકાસ , પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી.
- આજનો સમય, વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે- રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી
દાહોદ, ગુજરાત રાજ્ય આશ્રમશાળા અને છાત્રાલય મંડળ દ્વારા આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરના સન્માન સમારંભ પંડિત દિનદયાલ ઓડીટોરિયમ, સ્વામી વિવેકાનંદ સંકુલ, ગોવિંદ નગર દાહોદ ખાતે યોજાયો .
મંત્રી ડો. કુબેરભાઈ એ જણાવ્યું હતું કે,આવનારા સમયમાં સરકારી શાળા અને આશ્રમશાળામાં ભણી જે પણ વિદ્યાર્થીઓ આગળ વધે તેનું સન્માન આપડે કરવું જોઈએ .આવનારો સમય ટેકનોલોજીનો છે માટે દરેક વિદ્યાર્થી જે પણ સ્કૂલ કે કોલેજ માંથી ભણી બહાર નીકળે ત્યારે તે વિદ્યાર્થી આત્મનિર્ભર બનવો જોઈએ અને આવનારા સમયમાં દેશનું ભવિષ્ય ઉજ્વળ બનાવવું હોય તો તેનો એક માત્ર ઉપાય શિક્ષણ છે
વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ,શિક્ષણ એ વ્યવસાય તરીકેના લેવો જોઈએ શિક્ષણ એ એક સેવા છે અને દરેક લોકોને સેવા કરવાની તક મળતી નથી. શિક્ષણ થકી જ આપડે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. બાળકોને સારા સંસ્કાર આપી છૂપાયેલી શક્તિને બહાર લાવવાનું કામ શિક્ષકનું છે.
આ પ્રસંગે રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, ઠક્કરબાપાએ જે બીજ રોપ્યા છે તેના પરિણામ આપડે જોઈ શકીએ છીએ. આજનો સમય જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી, સ્કૂલ અને કોલેજ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવે છે જેના થકી આવનારા સમયમાં આદિવાસી સમાજના દીકરાઓ અને દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર, કલેકટર જેવા ઉંચા પદ પર જઈ સમાજમાં નામ વધારશે .
આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, જ્યારે મધ્યમવર્ગીય બાળકો આશ્રમશાળામાં શિક્ષણ માટે આવે છે ત્યારે એક શિક્ષકે બાળકને સારૂં શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. સંચાલક, આચાર્ય, શિક્ષક તરીકે આપડી જવાબદારી છે કે યોગ્ય વાતાવરણ ઉભુ કરી શિક્ષણ આપવું ખૂબ આવશ્યક છે અને નવા વર્ષમાં સારૂં પરિણામ આવે અને બાળકોના ઉજ્વલ્લ ભવિષ્યની શુભકામના પાઠવી
આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા પ્રાસંગીત ઉદબોધન કર્યું હતું
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાધેલા, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સહિત સંચાલકો, આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.