શહેરા પાનમ ટોલનાકા થી પોલીસે કારનો 11 કિલો મીટર પીછો કરી 1275 કિલો ગૌમાંસ ઝડપ્યો

શહેરા,
શહેરા પોલીસે પાનમ ટોલના નાકાથી 11 કિલો મીટર સુધી ફિલ્મી ઢબે કારનો પીછો કરીને 1275 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગૌમાંસ અને કાર મળીને કુલ રૂપિયા 5,55000નો મુદ્દામાલ કબ્જે લઈને કારના નંબરના આધારે આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પંચમહાલ જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલને ખાનગી રાહે માહિતી મળી હતી કે હોન્ડા સીટી કારમાં ગૌમાંસનો જથ્થો ભરીને લુણાવાડા થી ગોધરા તરફ આવાની છે. મળેલ માહિતીના આધારે નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત, પોલીસ કર્મી વિપુલ જાદવ સહિતના સ્ટાફે પાનમ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમીના વર્ણન વાળી હોન્ડા સિટી કાર આવતા પોલીસે ઉભી રાખવા માટે ઈશારો કરવા છતાં ગૌમાંસ ભરેલ કારના ચાલકે ગાડી ગોધરા તરફ ભગાડી મૂકી હતી. પોલીસે 11 કિમી સુધી કારનો પીછો કરતા કાર ચાલકે મોતાલ ગામ પાસે કાર મૂકીને નાસી ગયો હતો. પોલીસે હોન્ડા સીટી કારની અંદર તપાસ કરતા ગૌમાંસ નો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા કાર અને ગૌમાંસના જથ્થાને પોલીસ સ્ટેશન ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલને મળેલી માહિતી ના આધારે અને શહેરા પોલીસ મથક ના પી.આઈ રાહુલ રાજપુત, પોલીસ કર્મી વિપુલ જાદવ સહિતના સ્ટાફની મહેનતના કારણે 1275 કિલો ગૌ માંસ નો જથ્થો જેની કિંમત 2,55,000 નો પકડી પાડ્યો હતો, પોલીસ દ્વારા ફિલ્મી ઢબે 11 કિલોમીટર સુધી પીછો કરીને કાર અને ગૌ માંસના જથ્થો મળીને કુલ રૂપિયા 5,55,000 નો મુદ્દામાલ કબ્જે લઈને પોલીસે કારના નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથધરી છે. જીલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન એકમાત્ર શહેરા પોલીસે ગૌ માંસનો મોટો જથ્થો પકડી પાડીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોય એમ કહીએ તો નવા નહી.