તાઉ તે વાવાઝોડાના પગલે ઈન્ટેરનેટ અને ઈલેક્ટ્રિક સેવા ખોરવાંતા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (GTU) દ્વારા તમામ ઓનલાઈન પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવી હતી. મોકૂફ કરેલી વિન્ટર અને સમર સેમેસ્ટરની વિવિધ કોર્શની એમસીક્યુ આધારીત ઓનલાઈન ટ્રાયલ ટેસ્ટ અને ફાઈનલ પરીક્ષાઓ હવે ત્રીજી જુનથી શરૂ થશે.
ડિગ્રી ડિપ્લોમાં ઈજનેરી, ડિપ્લોમાં ફાર્મસી, એમબીએ, એમઈની ઓનલાઈન પરીક્ષાઓ મોકુફ કરવામાં આવી હતી. હવે જીટીયુ દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ડિપ્લોમાં ઈજનેરી અને આર્કિટેકની સમર સેમેસ્ટરની રેગ્યુલર રીમીડિયલ માટેની પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ 3 જૂને બપોરે 3થી 4 દરમિયાન લેવાશે.
ડિપ્લોમાં ઈજનેરી સેમ.8 અને સેમ.6ની રેગ્યુલર અને ટર્મ એક્સટેન્સનની ટ્રાયલ ટેસ્ટ તથા ડિપ્લોમાં આર્કિટેક્ચર અને વોકેશનલની સેમ.6ની ટ્રાયલ ટેસ્ટ 3 જુને બપોરે 3થી 4માં જ લેવાશે. એમ.ઈ.સેમ.1ની વિન્ટર પરીક્ષામાં રેગ્યુલર વિદ્યાર્થીઓ માટેની 24મી મેની પરીક્ષા 3 જુને અને 25મી મેની પરીક્ષા 4 જુને લેવાશે.