જીટીયુ(GTU)એ પ્રિન્સિપાલ વગરની કોલેજો(College) સામે લાલ આંખ કરી છે.જીટીયુએ પ્રિન્સિપાલ(Principal)વિના ચાલતી 68 કોલેજોની 25 ટકા સીટોમાં ઘટાડો કર્યો છે..6 ડિગ્રી એન્જીનીયરીંગ, 49 ડિપ્લોમા અને 13 એમબીએ કોલેજોની કુલ સીટો માંથી 25 ટકા સીટો ઘટાડી દેવામાં આવી છે.આ બાબતે જીટીયુએ એડમિશન કમિટીને પણ જાણ કરી છે.જીટીયુ દ્વારા રાજયની એન્જીનીયરીંગ, ડિપ્લોમા અને ફાર્મસી કોલેજોનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક એન્જીનીયરીંગ, ફાર્મસી અને ડિપ્લોમા કોલેજો પ્રિન્સિપાલ વિના જ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું.
ડીગ્રી એન્જીનીયરીંગની 30, ડિપ્લોમા એન્જીનીયરીંગની 36 કોલેજો, ફાર્મસીની 18 અને એમબીએની 14 કોલેજોમાં પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું હતું.. આવી કોલેજોને જીટીયુએ નોટીસ ફટકારી તાત્કાલિક પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને લેબેરેટરીની ઉણપ દૂર કરવા આદેશ કર્યો હતો. જીટીયુના આદેશ બાદ પણ 68 કોલેજોએ પ્રિન્સિપાલ અને ફેકલ્ટીની જગ્યા ના ભરતા જીટીયુએ આ કોલેજોની સીટો કાપી નાંખી છે.68 કોલેજોની અંદાજે 7 હજારથી વધુ સીટો ઘટાડી દીધી છે.
આ અંગે જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠે જણાવ્યું હતું કે જીટીયુ દ્વારા કોલેજોનું એકેડેમિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું…એકેડેમિક ઇન્સ્પેકશનમાં વિવિધ કોલેજોમાં અલગ અલગ પ્રકારની ડેફિસીયન્સી બહાર આવી હતી. જીટીયુએ તમામ કોલેજોને ડેફિસીયન્સી દૂર કરવા નોટીસ આપી હતી.જે કોલેજોએ ડેફિસીયન્સી દૂર નથી કરી તેવી કોલેજોની સીટોમાં 25 ટકા કાપ મુકવામાં આવ્યો છે… આગામી દિવસોમાં કોલેજો પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને લેબેરેટરીની ખામીઓ દૂર નહીં કરે તો 50 ટકા સીટો કાપવાથી લઈ નો એડમિશન ઝોનમાં મુકવાની કાર્યવાહી કરવામાં આવશે.પ્રિન્સિપાલ વિનાની કોલેજો સામે c કાર્યવાહી, 68 કોલેજોની 25 ટકા સીટો પર કાપ મુક્યો
પ્રિન્સિપાલ વગરની કોલેજો સામે જીટીયુએ લાલ આંખ કરી છે.જીટીયુએ પ્રિન્સિપાલ વિના ચાલતી 68 કોલેજોની 25 ટકા સીટોમાં ઘટાડો કર્યો છે..6 ડિગ્રી એન્જીનીયરીંગ, 49 ડિપ્લોમા અને 13 એમબીએ કોલેજોની કુલ સીટો માંથી 25 ટકા સીટો ઘટાડી દેવામાં આવી છે..આ બાબતે જીટીયુએ એડમિશન કમિટીને પણ જાણ કરી છે.જીટીયુ દ્વારા રાજયની એન્જીનીયરીંગ, ડિપ્લોમા અને ફાર્મસી કોલેજોનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક એન્જીનીયરીંગ, ફાર્મસી અને ડિપ્લોમા કોલેજો પ્રિન્સિપાલ વિના જ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું જ ના હોવાનું સામે આવ્યું છે..
ડીગ્રી એન્જીનીયરીંગની 30, ડિપ્લોમા એન્જીનીયરીંગની 36 કોલેજો, ફાર્મસીની 18 અને એમબીએની 14 કોલેજોમાં પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું હતું. આવી કોલેજોને જીટીયુએ નોટીસ ફટકારી તાત્કાલિક પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને લેબેરેટરીની ઉણપ દૂર કરવા આદેશ કર્યો હતો. જીટીયુના આદેશ બાદ પણ 68 કોલેજોએ પ્રિન્સિપાલ અને ફેકલ્ટીની જગ્યા ના ભરતા જીટીયુએ આ કોલેજોની સીટો કાપી નાંખી છે.68 કોલેજોની અંદાજે 7 હજારથી વધુ સીટો ઘટાડી દીધી છે.
આ અંગે જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠે જણાવ્યું હતું કે જીટીયુ દ્વારા કોલેજોનું એકેડેમિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.એકેડેમિક ઇન્સ્પેકશનમાં વિવિધ કોલેજોમાં અલગ અલગ પ્રકારની ડેફિસીયન્સી બહાર આવી હતી. જીટીયુએ તમામ કોલેજોને ડેફિસીયન્સી દૂર કરવા નોટીસ આપી હતી..છતાં પણ જે કોલેજોએ ડેફિસીયન્સી દૂર નથી કરી તેવી કોલેજોની સીટોમાં 25 ટકા કાપ મુકવામાં આવ્યો છે.આગામી દિવસોમાં કોલેજો પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને લેબેરેટરીની ખામીઓ દૂર નહીં કરે તો 50 ટકા સીટો કાપવાથી લઈ નો એડમિશન ઝોનમાં મુકવાની કાર્યવાહી કરવામાં આવશે.