ડાયરેકટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજન્સ (DGGI)એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જુનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરના 14 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખુલ્યું છે.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે GST તરફથી મળેલી ફરિયાદ બાદ પત્રકાર મહેશ લાંગાની ખોટા ડોક્યુમેન્ટ બદલ ધરપકડ કરવામાં આવી છે.ક્રાઈમ.બ્રાન્ચ દ્વારા તમામ ડોક્યુમેન્ટ કબ્જે કરીને વધુ તપાસ કરવામાં આવશે.તપાસમાં ખુલાસો થતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ક્રાઈમ બ્રાન્ચ, EOW અને SOGની ટીમો દ્વારા દરોડા સેન્ટ્રલ GST દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદના આધારે, અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ ક્રાઈમ બ્રાન્ચ, EOW અને SOGની ટીમો દ્વારા દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશમાં 200થી વધુ છેતરપિંડીથી બનાવેલી કંપનીઓ/એકમો સંગઠિત રીતે કામ કરી રહી છે, જેથી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પાસ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં છે. આ પ્રકારની પેઢીઓ બનાવવા માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ, છેતરપિંડીના રસ્તાઓ અપનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આવા બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને તથ્યો/દસ્તાવેજોની ખોટી રજૂઆત દ્વારા કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડવા માટે રાષ્ટ્રને નાણાકીય નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત કાવતરું કરવા માટે એક મોટું જૂથ કામ કરી રહ્યું છે. જેની હાલ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
ડાયરેકટોરેટ ઓફ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI)ના ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. જેના માટે તેમણે હજારો કરોડના બોગસ બિલો પણ જનરેટ કર્યા હતા.
રાજ્યવ્યાપી દરોડા પાડીને કરચોરી શોધવાની કવાયત આ ફરિયાદને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડીને કરચોરી શોધવાની કવાયત આદરી છે. પ્રાથમિક તપાસમાં જ 200 કરોડથી વધુના કૌભાંડની વિગતો સામે આવી રહી છે. આ તપાસમાં આ કૌભાંડોનો અને કૌભાંડીઓનો આંકડો વધે તેવી સંભાવના છે.
ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો 50 હજાર કરોડને પાર દેશભરમાં ગુજરાત જીએસટી કલેક્શનમાં અગ્ર હરોળમાં રહે છે. તેવી જ રીતે કૌભાંડમાં પણ અગ્ર હરોળમાં છે. ગુજરાતમાં હાલ જીએસટી બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો 50 હજાર કરોડને પાર થઇ ગયો છે. જુદાજુદા કેસની તપાસ હાલ ચાલી રહી છે.
બોગસ પેઢીઓની પેઢી બનાવનાર
- 1.અરહંમ સ્ટીલ- નિમેશ વોરા, હેતલબહેન વોરા
- 2. ઓમ કન્ટ્રકશન કંપની- રાજેન્દ્રસિંહ સરવૈયા, વનરાજસિંહ સરવૈયા, બ્રીજરાજસિંહ સરવૈયા, હિત્વરાજસિંહ સરવૈયા
- 3. શ્રી કંકેશ્વરી એન્ટરપ્રાઇઝ- કાળુભાઇ વાઘ, પ્રફુલભાઇ વાજા, મનન વાજા, જયેશભાઇ વાજા, વિજ્ય વાઘ
- 4. રાજ ઇન્ફ્રા રત્નદીપસિંહ ડોડીયા, જ્યેશકુમાર સુતરીયા, અરવિનંદ સુતરીયા
- 5. હરેશ કન્ટ્રકશન કંપની-નિલેષ નસીત, જ્યોતીષ ગોંડલીયા, પ્રભાબહેન ગોંડલીયા
- 6. ડી.એ. એન્ટરપ્રાઇઝ- લાંગા મનોજકુમાર રામભાઇ, વિનુભાઇ નટુભાઇ પટેલ
- 7. ઇથીરાજ કન્ટ્રકશન પ્રા.લી. નિલેષ નસીત, જ્યોતીષભાઇ ગોંડલીયા, પ્રભાબહેન ગોંડલીયા
- 8. બી.જે.- ઓડેદરા ભગીરથ, ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ ઓડેદરા, ભોજાભાઇ જેસાભાઇ ઓડેદરા, અભાભાઇ જેસાભાઇ ઓડેદરા
- 9. આર.એમ. દાસા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.-નાથાભાઇ દાસા, રમણભાઇ દાસા
- 10 આર્યન એસોસિએટસ- અજય બારડ, વિજયકુમાર બારડ, રમેશ કાળાભાઇ બારડ
- 11. પૃથ્વી બિલ્ડર્સ પરેશ પ્રદિપભાઇ દોઢીયા
- 12 પરેશ પ્રદિપભાઇ ડોડીયા પરેશ ડોડીયા.