જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક ફરી એક વખત ૭ ઓક્ટોબરે યોજાશે 

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક બે દિવસ બાદ એટલે કે 7 ઓક્ટોબરે ફરી એક વખત મળવાની છે. GST કાઉન્સિલની 52મી બેઠક શનિવારે યોજાશે. ત્યારે GSTની આ મહત્વની બેઠકમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પર લાગનારા 18 ટકા GSTને ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. ત્યારે અનાજ પર પણ GSTના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ સિવાય પણ બેઠકમાં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. તેમાં વીમા સેક્ટરથી લઈને ઓનલાઈન ગેમિંગ પર પણ GSTને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. ત્યારે બેઠકમાં લેવાતા ઘણા નિર્ણયથી ઘણી ઈન્ડસ્ટ્રીઝને મોટા ઝટકા પણ લાગી શકે છે. કંપનીઓ દ્વારા લોનના બદલામાં ઓફર કરનારી કોર્પોરેટ ગેરંટી પર 18 ટકા GST લગાવવામાં આવી શકે છે. ત્યારે જાણો આની અસર તમારા ખિસ્સા પર શું પડશે?

7 ઓક્ટોબરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કેસીનો પર 28 ટકા ટેક્સ કરવાની સાથે જ બાજરા સહિત અન્ય વસ્તુઓમાં પણ ટેક્સ પુન:ગઠનના પેન્ડિંગ પ્રોપોઝલ્સ અને GST એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના પર પણ વિચાર કરી શકે છે.

ત્યારે બાજરીને પ્રોત્સાહન આપવા પર સરકારના ફોક્સને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી GST કાઉન્સિલ બેઠક બાજરી આધારિત ખાદ્ય ઉત્પાદનોને GSTમાંથી મુક્તિ આપવાની મંજૂરી આપી શકે છે. બેઠકમાં ઈલેક્ટ્રિક વ્હીકલની બેટરીઓ માટે GST દરની પણ ચર્ચા કરવાની સંભાવના છે, જેની પર હાલમાં 18 ટકા GST લાગે છે. તેને ઘટાડીને સરકાર 5 ટકા કરી શકે છે.

GSTની ફિટમેન્ટ કમિટીએ ઈલેક્ટ્રિક બેટરી, તમ્બાકુની પ્રોડક્ટસ ઓછી કરવાની ઈન્ડસ્ટ્રીની માંગણીને રદ કરી દીધી છે. એક અહેવાલ મુજબ GSTની કાઉન્સિલની બેઠક 7 ઓક્ટોબર શનિવારે યોજાવાની છે. ઈન્ડસ્ટ્રીએ સિગારેટ પર યૂનિફોર્મ એડિશનલ કમ્પનસેશન સેસ/ બીડી પર કમ્પનસેશન સેસ/ સ્મોકલેસ તમ્બાકુ પ્રોડક્ટસ પર એડિશનલ કમ્પનસેશન સેસ અથવા 70 મિમી સુધી સિગારેટ સ્ટિક્સ પર લોવર કમ્પનસેશન સેસની માંગણી કરી હતી. જેના કારણે ફિટમેન્ટ કમિટીએ માંગણી રદ કરી દીધી છે, તેવુ સુત્રો જણાવી રહ્યા છે.