નવીદિલ્હી, જીએસટી કલેકશનને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. જીએસટી કલેકશન ઐતિહાસિક માઈલ સ્ટોનના આંકડાને પાર કરી ગયું છે. રિપોર્ટ મુજબ જીએસટી કલેકશને ૨.૧૦ લાખ કરોડ પાર થયું છે. સૌથી વધારે એપ્રિલ મહિનામાં જીએસટી કલેકશન નોંધાયું. આ આંકડા ૧૨.૪ ટકાની નોંધપાત્ર વર્ષ-દર વૃદ્ધિ દર્શાવે છે. આ આંકડા દર્શાવે છે કે સ્થાનિક વ્યવહારોમાં મજબૂત લેવડદેવ અને આયાતમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. લેવડદેવડમાં ૧૩.૪ ટકા અને આયાતમાં ૮.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી.
સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ રિફંડ માટે એકાઉન્ટિંગ કર્યા બાદ એપ્રિલ ૨૦૨૪માં ચોખ્ખી જીએસટી આવક રૂ. ૧.૯૨ લાખ કરોડ છે ગત વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૭.૧ટકાની વૃદ્ધિ દર્શાવે છે.એપ્રિલ જીએસટી કલેકશન પર નજર કરીએ તો સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સવસ ટેક્સ રૂ.૪૩,૮૪૬ કરોડ, સ્ટેટ ગુડ્સ એન્ડ સવસ ટેક્સ રૂ.૫૩,૫૩૮ કરોડ, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સવસ ટેક્સ રૂ.૯૯,૬૨૩ કરોડ અને આયાતી માલ પર એકત્રિત રૂ.૩૭,૮૨૬ કરોડનો સમાવેશ થાય છે. અને સેસ: રૂ૧૩,૨૬૦ કરોડ અને આયાતી માલ પર એકત્રિત રૂ.૧૦૦૮ કરોડનો સમાવેશ થાય છે.
એપ્રિલ, ૨૦૨૪ના મહિનામાં, કેન્દ્ર સરકારે એકત્રિત કરેલ જીએસટીમાંથી સીજીએસટીને ૫૦,૩૦૭ કરોડ અને એસજીએસટીને ૪૧,૬૦૦ કરોડનું સેટલમેન્ટ કર્યું. આ નિયમિત સેટલમેન્ટ પછી એપ્રિલ, ૨૦૨૪ માટે સીજીએસટી માટે૯૪,૧૫૩ કરોડ અને એસજીએસટી માટે ૯૫,૧૩૮ કરોડની કુલ રેવન્યુ છે.
જીએસટી કલેકશનમાં સૌથી વધુ વૃદ્ધિ આ રાજ્યોમાં જોવા મળી. હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મયપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ અને લદાખનો સમાવેશ થાય છે. જ્યાં સરેરાશ ૧૧થી વધુ ટકાની વૃદ્ધિમાં કલેકશન નોંધાયુ છે. ગત વર્ષના નવેમ્બર મહિનામાં જાહેર કરાયેલ જીએસટી કલેકશન આંકડા મુજબ ૧.૬૮ લાખ કરોડ રૂપિયા થયું હતું. જે તેના અગાઉના વર્ષની સરખામણીમાં ૧૫ ટકા વધુ છે. જ્યારે આ વર્ષે એપ્રિલ મહિનામાં સૌથી વધુ જીએસટી કલેકશન નોંધાયું છે. કહી શકાય કે અંદાજે જીએસટી કલેકશનમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે.