ગુ.રા.મા.વા.વ્ય.નિગમ ગોધરા વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ એપ્રેન્ટીસોની ભરતી કાર્યક્રમ યોજાશે

ગુ.રા.મા.વા.વ્ય.નિગમ ગોધરા વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર આઈટીઆઈમાં કોપા, ડીઝલ મિકેનિક,મિકેનિક મોટર વ્હીકલ,વેલ્ડર, ઈલેક્ટ્રીશીયન ટ્રેડમાં પાસ એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર હોય સદર ટ્રેડના ફક્ત એન.સી.વી.ટી/જી.સી.વી.ટી પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારોએ www. apprenticeshipindia.gujarat.gov.in લજ્ઞદ.શક્ષ વેબસાઈટ પર તમામ વિગતો અપલોડ કરી રજીસ્ટ્રેશન કરી આધારકાર્ડ લીંકઅપ કરી ફરજીયાત તેની હાર્ડ કોપી મેળવી એસ.ટીઙ વિભાગીય કચેરી, ગોધરા, અમદાવાદ રોડ, ભુરાવાવ, ગોધરા ખાતે વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તા:20/07/2024થી તા.26/07/2024 સુધીમાં ઓફીસના કામકાજના દિવસો દરમ્યાન, જાહેર રજાના દિવસો સિવાય સવારે 11:00 કલાકે થી બપોરે 14:00 કલાક સુધીમાં અરજી પત્રકો મેળવી લઇ શૈક્ષણિક લાયકાતના પુરાવાઓની પ્રમાણિત નકલો સહીત મિકેનિક ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ 10 પાસ આઈટીઆઈ પાસ તેમજ કોપા ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત 12 પાસ આઈટીઆઈ ફરજીયાત પાસ “એલસી, આધાર કાર્ડ,જાતિના પ્રમાણપત્રોની નકલ તેમજ ચાલ ચલગત અંગેના 02 પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પ્રમાણપત્રો (અસલ)સહીત અરજી પત્રક જમા કરાવવાના રહેશે. ઉમેદવારોએ અગાઉ જે તે ટ્રેડમાં કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ (તાલીમ) મેળવેલ/કરેલ હોય અથવા કોઈ પણ એકમ ખાતે/જગ્યાએ હાલમાં તાલીમમાં હોય/તાલીમ માટે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહીં. જે બાબતે ખાસ અનુરોધ કરવામાં આવે છે, તેવું વિભાગીય નિયામક એસ.ટી. ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.