જીએસઆરટીસીની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, ૨ લોકોની ધરપકડ

જીએસઆરટીસીની વોલ્વો બસ દારૂની હેરાફેરીનું માયમ બની. જીએસઆરટીસીની વોલ્વો બસમાંથી વિદેશી દારૂ પકડાયો. દારૂની હેરાફેરી કરનાર બે લોકોની ધરપકડ કરવામાં આવી. રાજ્ય સરકારે મુસાફરોને વધુ સુવિધા આપવા વોલ્વો બસની શરૂઆત કરી. પરંતુ હવે સરકારની આ સુવિધા આપતી બસમાં દારૂની હેરાફેરી થવા લાગી છે. મહુવાથી પસાર થતી જીએસઆરટીસીની બસમાંથી વિદેશી દારૂ ઝડપાતા અન્ય મુસાફરો પણ આશ્ર્ચર્યમાં ગરકાવ થયા.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મહુવાથી પસાર થતી જીએસઆરટીસીની વોલ્વો એસટી બસની નિયમાનુસાર ચેકિંગ કરવામાં આવ્યું. મહુવાથી ઉપડેલ જીએસઆરટીસીની વોલ્વો બસ ૧૧ મુસાફર સાથે દિવથી સુરત જઈ રહી હતી ત્યારે બસની તપાસ કરવામાં આવી. મહુવા તાલુકાના માઢીયા ગામ નજીક હાઇવે ઉપર પોલીસે બસ ઉભી રાખી તપાસ કરતા ઇંગ્લિશ ભારતીય બનાવટી દારૂ ઝડપી પાડયો. હાઇવે પર બસ ઉભી રાખી તપાસ કરતા પોલીસના હાથ ઇંગ્લિશ દારૂની ૬ બોટલ ઝડપાઈ. પોલિસે દારૂની ૬ બોટલ સહીત બે લોકોની ધરપકડ કરી.