ગોધરા,
જી.એસ.એન.પી.પ્લસ એ ગુજરાત રાજ્યનું એચ.આઈ.વી. સાથે જીવતા લોકોનું સામુદાયિક સંગઠન છે. જેની સ્થાપના 6 ફેબ્રુઆરી 2003માં થઈ હતી. જેને આજે 20 વર્ષ પૂર્ણ થઈ 21માં વર્ષમાં પ્રવેશ કરશે, જે અતર્ગત ગ્લોબલ ફંડ દ્વારા અનુદાનિત અને NACO અને SAATHII દ્વારા સ્વેતના EMTCT(Elimination of Mother To Child Transmission of HIV and Syphilis) Phase-III કાર્યક્રમ હેઠળ દરેક જિલ્લામાં જેટલી પણ સગર્ભા બહેનો નવી રજીસ્ટર થાય છે. તેનું HIV અને Syphiliનો ટેસ્ટ ફરજીયાત પણે અને જે સગર્ભા એચ.આઈ.વી. પોઝીટીવ તરીકે ઓળખ થાય. તે સગર્ભા મહિલાઓ દ્વારા જન્મનાર નવજાત શિશુમાં એચ.આઈ.વી.નું સંક્રમણ ન થાય તેના અટકાવરૂપ કામગીરી સાથોસાથ સગર્ભાને આનુસંગિક આરોગ્યલક્ષી સેવાઓ અને અન્ય સરકારી યોજનાઓ સાથે જોડવા માટે કડીરૂપ કામગીરી કરવામાં આવે છે.
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS)ના સહયોગથી NACP-V પ્રોગ્રામ અંતર્ગત જી.એસ.એન.પી. પ્લસ દ્વારા ચાલતા અને જિલ્લા કક્ષા એ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્સન કંટ્રોલ યુનિટ (DAPCU) ના દેખરેખ હેઠળ પી.પી.ટી.સી.ટી. અને સ્વેતના પ્રોગ્રામની કામગીરી થાય છે. જેમાં એચ.આઇ.વી.પોઝીટીવ સગર્ભા મહિલાની ઓળખ થાય પછી પી.પી.ટી.સી.ટી. માં નોંધણી થી લઈ પ્રસૂતિ સુધી અને ત્યારબાદ બાળક 18 માસનું થાય ત્યાં સુધી તેમને તમામ સેવા પૂરી પાડવામાં આવે છે. એચ.આઇ.વી. ચેપગ્રસ્ત સગર્ભા માતા અને બાળકનું સ્વેતના પ્રોજેકટ અંતર્ગત ફોલોઅપ લઈ પી.પી.ટી.સી.ટી.ની સેવાઓ અપાવવામાં સહયોગ કરે છે અને જ્યારે બાળક 18 માસનું થાય ત્યારે બાળકનો અંતિમવાર એચ.આઇ.વી. ટેસ્ટિંગનો રિપોર્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ જ બાળકમાં એચ.આઇ.વી. સંક્રમણ છે કે નથી તેની ખબર પડે છે. જેમાં પંચમહાલ જિલ્લાકક્ષાએ 2018 થી 2023 સુધીમાં અંદાજીત 135 એચ.આઇ.વી. પોઝીટીવ સગર્ભા મહિલાની નોંધણી થઈ છે અને બાળકોમાં 2018 થી 2023 સુધીમાં અંદાજીત 99% બાળકો એચ.આઇ.વી.મુક્ત લાવવા સફળ થયા છે. તો આ સાથે એચ.આઈ.વી. પોઝીટીવ વ્યક્તિને પણ સમાજમાં સમાન હક મળે અને તેમની સાથે કોઈ ભેદભાવ ન થાય તેની તકેદારી રાખવી એ આપણી સૌની જવાબદારી બને છે.