જીસેટ પરીક્ષા બાબતે ઇનવીજીલેટર્સ સાથે મીટીંગ યોજાઇ


ગોધરા,
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે જીસેટ પરીક્ષા અંગે તમામ ઈનવિજીલેટર્સ સાથે જીસેટ પરીક્ષાના શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના મુખ્ય કોર્ડીનેટર ડો. જગદીશભાઈ પટેલ, આસિસ્ટન્ટ રજીસ્ટર શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી પાર્થ સોની તથા પરીક્ષા સંચાલક એવા કાંકણપુર કોલેજના સુરેશભાઈ પટેલ અને પ્રોફેસર અરૂણસિંહ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં પરીક્ષા સંદર્ભે મહત્વની જાણકારી માટેની મીટીંગ યોજાઈ ગઈ. જેમાં ઉપસ્થિત મહાનુભાવો એ જરૂરી માહિતી પૂરી પાડી હતી અને ઇનવિજલેટર્સને પણ એમને મુંઝવતા પ્રશ્ર્નો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.