ગૃહમંત્રી અમીત શાહની ફેક એડીટર વિડીયો વાયરલ કરવામાં દાહોદ આપ પાર્ટીના જીલ્લા અધ્યક્ષની અમદાવાદ સાઈબર સેલ અટકાયત કરી

દાહોદ, તાજેતરમાં ગૃહ મંત્રી અમીત શાહના ફેક એડીટેડ વિડીયો વાઈરલ કરવા મામલે અમદાવાદ સાઈબર સેલ દ્વારા દાહોદ જીલ્લાના આમ આદમી પાર્ટીના જીલ્લા અધ્યક્ષ રાકેશસિંહ બારીયા તેમજ તેની સાથેના સતિષ વણસોલાનાઓની અટકાયત કરી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે આ બંન્ને નેતાઓ દ્વારા અનામત મેળનાર જાતિઓ તેમજ બીન અનામત મેળવનાર જાતિઓ વચ્ચે વરવિગ્રહ કરવાના ઈરાદાસર જુદા જુદા સોશિયલ મીડીયામાં વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો.

દાહોદ જીલ્લામાં રાજકારણમાં ગરમાવો ફેલાવવા પામ્યો છે અને તેમાંય ખાસ કરીને દાહોદ જીલ્લા આમ આદમી પાર્ટીમાં લોકસભાની ચુંટણી ટાણે સ્તબ્ધતા છવાઈ ગઈ છે. ગૃહ મંત્રી અમીત શાહના ફેક એડીટેડ વિડોયો કરવા મામલે અમદાવાદ સાઈયબર સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આમ આદમી પાર્ટીના જીલ્લા અધ્યક્ષ રાકેશસિંહ બારીયા તેમજ તેમની સાથેના સતિષ વણસોલાનાઓની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલ આ બંન્ને નેતાઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાયેલ છે. તેમજ વિવિધ હોદ્દાઓ પર સક્રિય છે. આ બંન્ને નેતોએ બે સભાઓનો વિડીયો કાપી અનામત મેળવનાર જાતિઓ તેમજ બીન અનામત મેળનાર જાતિઓ વચ્ચે વરવિગ્રહ કરવાના ઈરાદાસર જુદા જુદા સોશિયલ મીડીયામાં વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. લોકસભાની ચુંટણીમાં અસર પાડવા માટે અસર પાડવા માટે સાયબર સેલ દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. ત્યારે દાહોદ જીલ્લામાં આમ આદમી તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભાની ચુંટણી અંતર્ગત પ્રચારના છેલ્લા અઠવાડિયામાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આવા સમયે આદમી પાર્ટીના દાહોદ જીલ્લાના સેનાપતિ રાકેશસિંહ બારીયાની અટકાયતથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આ અટકાયતના પગલે લોકસભાની ચુંટણીમાં કેવી અસર પડે છે તે જોવાનું રહ્યું છે, પરંતુ દાહોદ જીલ્લાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દ્વારા ગૃહમંત્રી અમીત શાહના ફેક એડીટેડ વિડીયો વાઈરલ કરવા મામલે જીલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.