નવીદિલ્હી, ગૃહ મંત્રાલયે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરની પુત્રીની થિંક ટેક્ધ સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે નિયમોના કથિત ઉલ્લંઘન બદલ અગ્રણી થિંક ટેક્ધ સેન્ટર ફોર પોલિસી રિસર્ચનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ રજીસ્ટ્રેશન રદ કર્યું છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.
ગૃહ મંત્રાલય દ્વારા આ પગલું એફસીઆરએ હેઠળ બિન-લાભકારી સંસ્થાઓની નોંધણી સ્થગિત કર્યાના લગભગ એક વર્ષ પછી આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડા પછી થિંક-ટેંક તપાસ હેઠળ છે.
ગૃહ મંત્રાલયે વિદેશી યોગદાન અધિનિયમની જોગવાઈઓના કથિત ઉલ્લંઘન બદલ એનજીઓની એફસીઆરએ નોંધણી રદ કરી હતી. અગાઉ એફસીઆરએ લાયસન્સ ફેબ્રુઆરી ૨૦૨૩માં ૧૮૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સસ્પેન્શનને વધુ ૧૮૦ દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. તેની વેબસાઈટ અનુસાર, સેન્ટર ફોર પોલિસી રિસર્ચ ૧૯૭૩ થી ભારતની અગ્રણી થિંક-ટેક્ધ્સમાંની એક છે. તે જણાવે છે કે તે એક બિન-લાભકારી, બિન-પક્ષપાતી, અભ્યાસ માટે સમપત સ્વતંત્ર સંસ્થા છે.
સીપીઆરને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, હેવલેટ ફાઉન્ડેશન, વર્લ્ડ બેંક, ફોર્ડ ફાઉન્ડેશન, બ્રાઉન યુનિવસટી અને અન્ય સંસ્થાઓ તરફથી દાન મળ્યું હતું. તેની ગવનગ બોડીના ભૂતપૂર્વ સભ્યોમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સ્વર્ગસ્થ વાયવી ચંદ્રચુડ, પીઢ પત્રકાર સ્વર્ગસ્થ બી.જી. વર્ગીસનો સમાવેશ થાય છે.જ્યારે સીપીઆરએ તેના સસ્પેન્શનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યું ત્યારે ગૃહ મંત્રાલયે દલીલ કરી હતી કે સીપીઆરને વિદેશી ભંડોળ રોકવાની જરૂર છે કારણ કે તે દેશના આથક હિતોને અસર કરતા અનિચ્છનીય હેતુઓ માટે વિદેશી ભંડોળ મેળવે છે.ગૃહ મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે સીપીઆરએ એફસીઆરએનું ઉલ્લંઘન કરીને વિદેશી દાનને અન્ય સંસ્થાઓમાં ડાયવર્ટ કર્યું અને દાનને એવા ખાતાઓમાં જમા કરાવ્યું જે રેકોર્ડમાં ન હતા.જ્યારે સીપીઆર પ્રમુખ અને સીઇઓ યામિની અય્યરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સંસ્થા ટૂંક સમયમાં એક નિવેદન જારી કરશે