- મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે આઇ-ખેડુત પોર્ટલ તા.15/08/2024 સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ગ્રો મોર ફૂટ ક્રોપ અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરે તે આશયથી પપૈયા, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટીંગ મટેરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવાની ખેતીમાં સહાય જેવી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ તા.16/07/2024 થી તા.15/08/2024 સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
જેથી મહીસાગર જીલ્લના ખેડૂતો બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી,અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ સાથે જરૂરી સાધનિક કાગળ જોડી નાયબ બગાયત નિયામકની કચેરી, સરદાર પટેલ સ્કુલની બાજુમાં ચાર કોશીયાનાકા, મોડાસા રોડ, લુણાવાડા, મહીસાગર ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત દિન-7 માં મોકલી આપવા જણાવવામાં આવે છે.