ગ્રીસમાં મોટો અકસ્માત, માલગાડી-પેસેન્જર ટ્રેન અથડાતા ૨૬ લોકોના મૃત્યુ, અનેક ઘાયલ

એથેન્સ,

ગ્રીસમાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. જેમાં છેલ્લે મળતી માહિતી મુજબ ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સ્થિતિ જોતા મૃત્યુઆંક વધી શકે તેમ છે. ફાયર વિભાગના અધિકારીઓએ કહ્યું કે બુધવારે વહેલી સવારે ઉત્તર ગ્રીસમાં એક પેસેન્જર ટ્રેન અને એક માલગાડી વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં ૨૬ લોકોના જીવ ગયા. જ્યારે ઓછામાં ઓછા ૮૫ લોકો ઘાયલ થયા. હાલ લોકોનું રેસ્ક્યૂ વર્ક ચાલુ છે.

મળતી માહિતી મુજબ એથેન્સથી લગભઘ ૩૮૦ કિલોમીટર ઉત્તરમાં ટેમ્પે પાસે દુર્ઘટના બાદ અનેક બોઘીઓ પાટા પરથી ઉતરી ગઈ. ઓછામાં ઓછી ત્રણ બોઘીઓમાં આગ લાગી ગઈ. પાસેના લારિસા શહેરમાં હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે ઓછામાં ઓછા ૨૫ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માત કોની ભૂલથી થયો છે તે હાલ સ્પષ્ટ થયું નથી.

રિપોર્ટ મુજબ ગ્રીસના થિસલી વિસ્તારના ગવર્નરે જણાવ્યું કે એક પેસેન્જર ટ્રેન એથેન્સથી ઉત્તર શહેર થેસાલોનિકી તરફ જઈ રહી હતી. ત્યારે માલગાડી થેસાલોનિકીથી લારિસા તરફ આવી રહી હતી. અચાનક ત્યારે આ બંને ટ્રેનો વચ્ચે લારિસા શહેરથી પહેલા ભીષણ ટક્કર થઈ. હાલ ૨૫૦ મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત રેસ્ક્યૂ કરીને બસોમાં થેસાલોનિકી શહેર માટે રવાના કરાયા છે.