ઝારખંડના એક યુવાન પોતાની ગર્ભવતી પત્નીને પરીક્ષાના કેન્દ્ર સુધી લઇ જવા 1200 કિમી દૂર ગ્વાલિયર ગયો હતો.વાત ધનંજય કુમારની છે જેણે 1200 કીમીની લાંબી મુસાફરી કરીને ગર્ભવતી પત્નીને પરીક્ષા અપાવવા મધ્ય પ્રદેશના ગ્વાલિયર લઇ ગયો હતો. 27 વર્ષના પતિ અને 22 વર્ષની પત્ની સોની ગ્વાલિયર પહોંચ્યા ત્યારે તેમની ખુશીનો પાર ન હતો.
સાથ આપવાના સાહસના કારણે 1200કિમીની મુસાફરી શક્ય બની
સોનીએ ગ્વાલિયરમાં ડિપ્લોમા ઇન એજ્યુક્શનની પરીક્ષા આપી હતી.ધનંજય ઝારખંડના ગોડ્ડા જિલ્લાના ગંટા ગામનો રહેવાસી છે અને પરીક્ષાનું કેન્દ્ર મધ્ય પ્રદેશમાં હતું. પરંતુ પત્નીની પરીક્ષા આપવાની ચાહ અને પતિનો તેને સાથ આપવાના સાહસના કારણે આ કઠણ મુસાફરી શક્ય બની હતી.ધંનજયની ઇચ્છા છે કે તેની પત્ની શિક્ષક બને. એટલા માટે જ વરસાદ અને ખાડા ભરેલા રસ્તાઓની પરવા કર્યા વિના મુસાફરી કરી હતી.
પરીક્ષા માટે દાગીના પણ ગિરવે મુક્યા
‘ટ્રેન કે બસ અથવા અન્ય કોઇ ઉપલબૃધ ન થતાં અમે સ્કુટર પર જ જવા નક્કી કર્યું હતું.જો કે સોની ગર્ભવતી હોવાથી આના માટે તૈયાર નહતી, પરંતુ અંતે મારા દ્રઢ સંકલ્પની આગળ એ નત મસ્તક થઇ ગઇ અને સ્કુટર પર આવવા રાજી થઇ ગઇ હતી’એમ ધમંજયે કહ્યું હતું. તેઓ 30 ઓગસ્ટે ગ્વાલિયર પહોંચ્યા હતા.તેમની મુસાફરીનો વિડીયો વાયરલ થતાં પ્રશાસને પણ તેમની મદદ કરી હતી.પરીક્ષા 11 સપ્ટેમ્બર સુધી ચાલશે, એટલા માટે તેમણે એક મકાન ભાડે લીધું હતું અને તેના માટે રૂપિયા 5000 ડિપોઝિટ પણ આપી હતી. પૈસા જમા કરવા તેમણે સોનાના દાગીના ગિરવે મૂક્યા હતા. લોકડાઉનના કારણે ધંનજયની રસોઇયા તરીકેની નોકરી છુટી ગઇ છે. સોનીએ કહ્યું હતું કે વરસાદના કારણે અમને રસ્તામાં ખુબ મુશ્કેલી પડી હતી.પરંતુ મારા પતિની હિમંત જોઇ મને પણ જુસ્સો ચઢ્યો હતો અને પરીક્ષા આપી દીધી.