ગરબાડા,ગરબાડા તાલુકાના નિમચ ગામે તારીખ 14 ના રોજ નવીન રસ્તા નું ખાતમુરત ગરબાડા તાલુકા વિકાસ અધિકારી હસમુખ રાઠવા તથા ગામના સરપંચ વિજય અમલીયારના હસ્તે કરવામાં આવ્યું હતું. ચૌહાણ ફળિયાના નાગરિકો તથા ચૌહાણ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષકો તથા બાળકો માટે આશીર્વાદ રૂપ બની રહે તે માટે ગામના સરપંચ વિજયસિંહ અમલીયાર તથા ભારતસિંહ નાનાભાઈ અમલીયાર દ્વારા નીચવાશ ફળીયા પાકા રોડથી ચૌહાણ ફળિયા પ્રાથમિક શાળા સુધી મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલ માટી મેટલ રોડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું. જે હાલમાં નવીન રસ્તો બનાવવા માટે ફોરેસ્ટ વિભાગમાં આવતી જમીન રસ્તો બનાવવા માટે ફાળવવામાં આવી હતી. વર્ષોની તપસ્યાના અંતે ચૌહાણ ફળિયાના નાગરિકો તથા શાળા પરિવારના લોકોને નવીન રસ્તો બનતા સમસ્યાથી છુટકારો મળશે.