ગ્રંથો અને પરંપરાના જ્ઞાનની ફરી એકવાર સમીક્ષા જરૂરી : મોહન ભાગવત

નાગપુર,

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ ધર્મ અંગે મોટી ટિપ્પણી કરી છે. તેમણે ગ્રંથો અને પરંપરાઓની સમીક્ષાની વાત કરી છે. ભાગવતે કહ્યું કે હિન્દુ ધર્મ વિજ્ઞાન અનુસાર ચાલે છે. વિજ્ઞાનમાં અત્યાર સુધી થયેલા રિસર્ચમાં અત્યાર સુધી આપણા પૂર્વજોએ કરેલું કંઈક ને કંઈક સામેલ છે. જોકે તે મૌખિક પરંપરાથી ચાલીને આવ્યું. પછી અમુક સ્વાર્થી લોકોએ ગ્રંથોમાં થોડું-થોડું ઉમેર્યું જે એકદમ ખોટું છે.

નાગપુરમાં સરસંઘચાલકે કહ્યું કે હિન્દુ ધર્મ જીવનને સંતુલિત કરતો ધર્મ છે. આપણો ધર્મ વિજ્ઞાન અનુસાર ચાલે છે. વિજ્ઞાન માનવી માટે લાભદાયી થાય તે માટે ધર્મની જરૂર છે એટલા માટે વિજ્ઞાન સામે લાવવાની જરૂર છે. આપણી પરંપરાઓમાં, દરેક રિસર્ચમાં આપણા પૂર્વજોએ કંઈક ને કંઈક કર્યું છે. તે મૌખિક પરંપરાથી ચાલતું આવ્યું છે. પછી ગ્રંથ આમ-તેમ થઈ ગયા અને અમુક સ્વાર્થી લોકોએ ગ્રંથમાં કંઇક કંઈક ઉમેરી દીધું જે એકદમ ખોટું છે. એ ગ્રંથો, પરંપરાઓના જ્ઞાનની ફરી એકવાર સમીક્ષા કરવી જરૂરી છે. સમીક્ષા બાદ જે ક્સોટી પર ટકશે તે જ વિજ્ઞાન અને ધર્મ છે. આ બધા માટે ફાયદાકારક રહેશે.