દાહોદ,
એમ તો શિક્ષણ ને શિક્ષક તથા વિધાર્થી એ એકબીજા ના પૂરક છે. આ શિક્ષણ થકી જ સમાજ , સમાજ થકી દેશ બંને છે. ભણતરના જેવા બીજ વવાય એવા ફળ આવનાર દિવસોમાં રાષ્ટ્રને મળે છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્ર્વમાં કોરોના ના કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શક્ય નથી તેવા સમયે શિક્ષણ વિભાગ તથા સરકાર દ્વારા ઓનલાઇન , ડીડી ગિરનાર, યૂ ટ્યૂબ , ફેસબુક, વ્હોટસએપ તથા ડિજીટલ માધ્યમો થકી શિક્ષણ અપાઈ રહ્યું છે. એવા સમયે દાહોદ જિલ્લામાં આવેલી દાહોદ તાલુકાની ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ના તમામ શિક્ષકો થકી બનતા પ્રયત્નો કરીને શિક્ષણ ને બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. ખરા અર્થમાં બાળકો સાથે સંવેદનાસભર માહિતીસભર શિક્ષણનો જ્યોત ફેલાવી ગ્રામ્ય વિસ્તારોના બાળકોને શિક્ષણ આપવા માટે અનેરૂ યોગદાન આપી રહ્યા છે શિક્ષણની સાથે સાથે બાળકોને બનતી મદદ કરી સેવા કર્યાનો આનંદ માણી રહ્યા છે ગુરૂ અને શિષ્ય પ્રત્યેનો પ્રેમની પરિભાષાને જીવંત રાખી શિક્ષકો જ્ઞાનની સાથે સાથે દાતાઓના સહયોગથી મદદ પણ કરી રહ્યા છે.
દાહોદ જિલ્લોએ ખેતી પર નિર્ભર જિલ્લો છે જિલ્લા વાસીઓ ઘરનું ગુજરાન ચલાવવા માટે અન્ય જિલ્લાઓમાં રોજી રોટી માટે હિજરત પણ કરતા હોય છે. આ સમગ્ર જિલ્લામાં ડિજિટલ માધ્યમ એટલા અસરકારક નથી સમગ્ર જિલ્લામાં એક સિઝન ખેતી થાય છે મોટા ભાગે મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતો ગુજરાતનો આ જિલ્લો છે. કહેવાય છે કે આખા ગુજરાતમાં બનતી બિલ્ડીંગ હોય રોડ રસ્તા આ લોકો વગર શક્ય નથી. સરકારી ઈમારતો હોય કે ખાનગી બાંધકામ આ વિસ્તારના લોકો જોવાશે જ. તેઓના થકી જ આ મહાકાય શહેરો નિમોણ પામ્યા છે. આર્થિક સ્થિતિ ,ઓછા સંશાધનો તથા શિક્ષણ થી વંચિત રહ્યા છે. એના પણ ઘણા કારણો છે આ બધી સમસ્યાઓનો ઉકેલ એક જ છે શિક્ષણ સમગ્ર સમાજ માટે શિક્ષણ એ સૌથી વધુ આવશ્યક બાબત છે આ ઉપરાંત જયાં બાળકો પાસે મોબાઈલ કે ટીવી જેવા માધ્યમ નથી ત્યાં અમે સૌ રૂબરૂ મુલાકાત કરી કોરોના ગાઈડ લાઈન નું પાલન કરાવીને શિક્ષણ આપવા પ્રયત્નશીલ છીએ. ઘણી વખતે આખા ફળિયામાં એક કે બે ટીવી હોય તો રિચાર્જ ના હોય રૂજો રિચાર્જ હોય તો અન્ય કોઈ કૌટુંબિક કે સામાજિક પ્રશ્ર્ન હોય તેવા સમયે અમારી પાસે આ બધા પ્રશ્ર્નો ના ઉકેલ માટે ફળિયા શિક્ષણ કે શેરી શિક્ષણ જ એક માત્ર રસ્તો બચે છે. ઘણી વખત તો ફળિયામાં રહેતા વાલીઓને શિક્ષક મિત્રો માટે ખૂબ માન હોય છે. તેઓ પ્રેમ ભાવ તથા આદરપૂર્વક શક્ય તમામ મદદ કરે છે. તો ગામના યુવાનો આવીને પણ જોતા હોય કે સાહેબ કેવી રીતે શું ભણાવે છે?? તેમની જિજ્ઞાસા ની સાથે વાતચીત કરીએ તો ઘણું બધું જાણવા મળે છે તેવું શિક્ષકોએ મત રજૂ કર્યા હતા.
ગલાલિયાવાડ પ્રાથમિક શાળાના સૌથી દૂર એવા નદી ફળિયામાં શેરી શિક્ષણ માટે અમિતભાઈ શાહ, સતીષ પરમાર રમેશભાઈ સંગાડીયા દ્વારા ફળિયે ફળિયે શિક્ષણની જ્યોત ફેલાવે છે. આ તબક્કે આજુબાજુના છૂટા છવાયા ૨૪ ઘરો પૈકીના ૩૦ થી વધુ ધોરણ ૧ થી ૮ ના વિધાર્થી મિત્રો ને જ્ઞાન સેતુ સાથે શિક્ષણ આપવામાં આવ્યું. જેમાં ગણિત અમિતભાઈ શાહ દ્વારા, ગુજરાતી રમેશભાઈ સંગાડીયા દાદાએ તથા અંગ્રેજી તેમજ ધોરણ ૭ નું ગુજરાતી સતીષ પરમાર દ્વારા માગેદશેન આપવામાં આવ્યું. સવારના ૯:૦૦ કલાક થી ૧૧:૦૦ કલાક સુધીમાં શૈક્ષણિક માર્ગદર્શન ,લેખન ,પ્રશ્ર્નોતરી તથા ગૃહકાર્ય તપાસ્યું તથા શીખવ્યું . જેના પછીથી આસીફ ભાઈ દ્વારા છેક મુંબઈ ના દાતાઓ દ્વારા આપવામાં આવેલા વસ્ત્રો છોકરાઓને આપવામાં આવ્યા. જે મુંબઈ થી આવ્યા બાદથી એના યોગ્ય વિતરણ વ્યવસ્થા તથા અન્ય સહાય બદલ શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં કુલ ૩૦ થી વધુ બાળકો ને તેમજ અન્ય વ્યક્તિઓ ને ઉપયોગી થઈ શકે તેવા વસ્ત્રો આપવામાં આવ્યા. જેનું વિતરણ રમેશભાઈ સંગાડીયા સાહેબ તથા અમિતભાઈ શાહ ના માગેદશેન તેમજ સાથ સહકાર થકી શક્ય બન્યું.
ભારતે હંમેશા વિશ્ર્વને જ્ઞાન ની સાથે ધ્યાન તથા દાનનો મહિમા આપ્યો છે. આ એક વૈચારિકને લોકહિત તથા જરિયાતોને મદદરૂપ થવાના કાર્યમાં મને તથા મારા શાળા પરિવાર ના બાળકોને ભાગીદાર બનાવવા બદલ તથા અમને સાથ સહકાર તેમજ મદદરૂપ થવા માટે સમગ્ર શાળા પરિવાર, ગ્રામ પંચાયત તથા એસ એમ સી તેમજ આચાર્ય તરફથી આદરણીય આસિફભાઈ તથા તેમની સેવાભાવી ટીમનો હ્દય પૂવેક આભાર વ્યક્ત કરી સાધુવાદ.