
- ફતેપુરામાં બલૈયા ચોકડી વિસ્તારમાં ફેલાયેલી ગંદકી તેમજ ખાડાઓના પુરાણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી.
દાહોદ જીલ્લાના ફતેપુરા નગરમાં આવેલ બલૈયા ચોકડી વિસ્તારમાં ફેલાયેલુ ગંદકીના સામ્રાજ્યથી તેમજ વરસાદી માહૌલમાં ખાડાઓ ભરાઈ જવાને કારણે ગ્રામજનોને પડતી હાલાકીનું નિરાકરણ લાવવા માટે ફતેપુરાના ગ્રામજનો દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને લેખિત રજઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ફતેપુરાના ગ્રામજનો દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યાં અનુસાર, ફતેપુરા વિસ્તારમાં આવેલ જુના બસ સ્ટેશન વિસ્તારથી બલૈયા ચોકડી સુધી કાદવ, કીચડથી રસ્તો ઉભરાય છે. જેના કારણે અવર જવર કરતાં મુસાફરો, વાહન ચાલકો તેમજ સ્થાનીક લોકો ગંદકીથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. મુખ્ય રસ્તા પર પાણીના ેનિકાલ ન હોવાથી ગંદા પાણઈનો કોઈ નિકાલ ના હોઈ વાહન તાલકોને પણ નીકળવું મુશ્કેલ થઈ ગયેલ છે. વાહનો સ્લિપ મારતા હોઈ હાથ,પગ તુટવાની સંભાવઓ છે. ગંદકીના કારણે માખી, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયેલ છે. જેના કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય વર્તાય રહ્યો છે. માટે આ મામલે ત્વરિત યોગ્ય પગલા ભરી તાત્કાલિક સાફ સફાઈ તેમજ ખાડા પુરવા માટેની કામગીરી કરવામાં આવે તેવી ફતેપુરાના ગ્રામજનો દ્વારા કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.