- કુલ ૪૯૨ પંચાયતો પૈકી ૭૪ જોખમી મકાનો.
- જોખમી મકાનોમાં ફરજ બજાવતા તલાટી, સરપંચોમાં ભય.
- જોખમી મકાનોમાં કામ અર્થે આવતા અરજદારો પણ ભયભીત.
- જર્જરતી મકાનોને અન્યત્ર કામગીરી સ્થળાંતરીત કરવાની ફરજ.
- કામ ન કરવાના બદલે અરજદારોને મુશ્કેલી અને રઝળપાટ.
- ડીજીટલ સેવા આપવાને બદલે પાયાની સુવિધા પુરી પાડવામંા ઉદાસીનતા.
- વહેલી તકે ૭૪ ગ્રામ પંચાયતોને મકાનોને નવીનીકરણ માંગ.
- સૌથી વધુ ગોધરા તાલુકામાં ૨૯ ગ્રામ પંચાયતો મકાનો જર્જરીત.
ગોધરા, ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવાથી સજ્જ. કરવાના દાવા વચ્ચે પંચમહાલ જિલ્લામાં ૭૪ ગ્રામ પંચાયત ઘર જર્જરિત અને જોખમી હાલત માં જોવા મળી રહ્યા છે. સરપંચો દ્વારા ઉચ્ચસ્તરીય રજુઆત બાદપણ સ્થતિ ઠેર ની ઠેર જોવા મળી રહી છે. જેને લઈને અરજદારો પણ પોતાના સરકારી કામકાજ અર્થે આવવાનું ટાળીને ભયની લાગણી અનુભવી રહયા છે. જેથી વહેલી તકે મકાનો નવા બનાવવાની માંગ ધણા સમયથી કરાઈ રહી છેે.
રાજયની ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવા સાથે જોડવાની સરકાર દ્વારા મહત્વ ની જાહેરાત કારવામાં આવી છે. તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ૭૪ ગ્રામ પંચાયત ઘર જર્જરિત હાલત માં જોવા મળી રહ્યા છે કેટલાક ગ્રામ પંચાયત ઘર એટલી હદે જર્જરિત અને જોખમી હાલત માં છે કે ત્યાંની વહીવટી કામગીરી અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી છે. જિલ્લાની ૭૪ માની સૌથી વધુ ગોધરા તાલુકાની ૨૯ ગ્રામપંચાયત જર્જરિત હાલતમાં છે. જેમાંની ધોળી ગ્રામ પંચાયત જ્યાં છેલ્લા એક વર્ષ થી પંચાયતનું વહીવટી કામ કાજ આરોગ્ય વિભાગ ના સબ સેન્ટરમાં કારવામાં આવી રહ્યું છે. અહીંયા કામ અર્થે આવતા ગામના અરજદારોને કોરોના સક્ર્મણ નો ભય સતાવી રહ્યો છે. જયારે હમીરપુર ગ્રામપંચાયત ગામમાં આવેલ સમાજ ઘરમાં ખસેડવામાં આવ્યું છે. જર્જરીત ગ્રામ પંચાયતોના નવીનીકરન માટે જે તે ગામના સરપંચો દ્વારા છેલ્લા બે વર્ષ ઉપરાંત થી જિલ્લા કક્ષાએ રજુઆત કારવામાં છે, તેમ છતાં રજુઆત ધ્યાને લેવામાં આવી ન આવતી હોવાનું સરપંચ જણાવી રહ્યા છે. આ તરફ જર્જરિત મકાન નું કારણ આગળ ધરી કેટલીક પંચાયતોમાં તલાટી કમ મંત્રી મહિનાઓ સુધી દેખા દેતા નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને મહત્વના દસ્તાવેજી કામગીરી માટે રઝળવાનો વારો આવે છે. રાજયભરનાના ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા બહાલ કરવાના સરકારના દાવાઓ વચ્ચે પંચમહાલ જિલ્લાના ૭૪ પંચાયત ઘર બેહાલ નજરે પડી રહ્યા છે. ત્યારે આ મામલે સરકાર અને પ્રશાસને ગંભીરતા દાખવી જિલ્લાની તમામ જર્જરિત ૭૪ ગ્રામપંચાયત ઘર નવીન બાંધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી માંગ સરપંચો ધ્વરા ઉઠવા પામી છે.
મંજુરી મળતા નવિન બાંધકમા હાથ ધરાશે….
નાયબ જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લાના ૭ તાલુકામાં કુલ ૪૯૨ ગ્રામપંચાયતો કાર્યરત છે. જે ૭ તાલુકાઓ માંથી અલગ અલગ ૭૪ જેટલી જર્જરિત પંચાયત મકાન ના નવીન બાંધવા માટેની દરખાસ્ત આવેલ છે જે તમામ દરખાસ્ત ઉપલી કક્ષાએ મોકલવામાં આવી છે અને મંજૂરી મળે થી જર્જરિત તમામ ગ્રામ પંચાયત ઘરટૂંક સમયમાં નવીન બાંધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મરામતની સત્તા પંચાયત પાસે છતાં કેમ પીછે હઠ…
પંચમહાલ જીલ્લાની અંદાજીત ૭૪ ગ્રામ પંચાયતોના મકાનો જર્જરીત હાલતમાં ભાસે છે. જીવના જોખમી તલાટી, સરપંચો, અરજદારો ભયજનક હાલતમાં પંચાયતની કામગીરી કરી રહ્યા છે. આ જોખમી મકાનની મરામતની સત્તા ગ્રામ પંચાયત પાસે છે. તેઓ સ્વભંડોળ તથા અન્ય યોજના માંથી ખર્ચ કરી શકે છે. ગ્રામ પંચાયત સ્તરે મરામતની સત્તા હાાવા છતાં નવા મકાનની જીદ કરવાને લીધે અને પોતાની પાસે મરામતની સતા હોવા છતાં પંચાયતની બોડી દ્વારા ભારે ઉદાસીતનતા દાખવી રહી છે. ત્યારે આ માટે કોણ જવાબદાર તેવા પ્રશ્ર્નાથો ઉઠયા છે.
તલાટી ઘરનો પણ અભાવ…
ગ્રામ પંચાયત ઘરની જર્જરીત હાલત કાંતો અન્ય સ્થળો પર વહીવટ કચેરી ખસેડવાનો વારો આવેલો છે. તેવા સમયે તલાટી ઘરના અસ્તીત્વ અંગે પણ અનેક સવાલો સર્જાયા છે. પંચાયતી રાજમાં પાયાની સુવિધાપ ગ્રામ પંચાયતમાં આધાર સ્તંભ ગણાતા ગ્રામ પંચાયત સચિવ એટલે તલાટીને ૨૪ કલાક ગામમાં હાજર રહે અને લોકોના કામો થાય તે માટે પંચાયતની પાસે તલાટી ઘર આપવાની જોગવાઈ છે. આ ઘર એટલે કે કવાર્ટસ હોવાના કારણે ૨૪ કલાક હાજર રહેવાનો નિયમ છે. અને વર્ષો પહેલા તલાટી ઘર નિર્માણ કરવામાં આવેલા હતા. પરંતુ આજની સ્થિતીમાં એક પણ ગામમાં તલાટી ઘર અસ્તિત્વ ઘરાવતા નથી. તેની જગ્યાએ અન્ય બાંધકામ થયેલા છે. અને તેઓની ગેરહાજરી વચ્ચે દુરદુરથી અબડાઉન કરવામાં આવી રહયું છે. અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.
મરામત કે નવિનીકરણ અંગેની દરખાસ્ત માટે ઉદાસીનતા…..
ગ્રામ વિસ્તારની મીની સચિવાલય ગણાતી ગ્રામ પંચાયતો જર્જરીત હાલતમાં હોવાને લઇને ગભરાટ વ્યાપો છે. કુલ ૪૯૨ પૈકી ૭ તાલુકાની ૭૪ જેટલી પંચાયતો જર્જરતી હાલતના કારણે જીવના જોખમે તલાટીઓ તથા સરપંચો ફરજ બજાવી રહ્યા છે. અવારનવાર સરકાર દ્વારા નવિનીકરણ કે મરામત માટેની દરખાસ્ત મંગાવવામાં આવે છે. પરંતુ ગ્રામ પંચાયતો દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે. જો જર્જરીત હોય તો પંચાયત શાખામાં બાંધકામ શાખામાં બાંધકામ અંગેનો એસ્ટીમેન્ટ કરી શકે ની સત્તા છે. પરંતુ ગ્રામ પંચાયતો મંગાવવામાં આવતી દરખાસ્તો અંગે જાગૃત ન રહીને ઉંધતી રહીને હાલમાં જર્જરીત હાલમાં ભાસી રહી છે. આ માટે પંચાયત કે સરકાર જવાબદાર ?