તા. 15 જુલાઈથી 28 જુલાઈ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવાની હોય છેે. જે અંતર્ગત આજરોજ તા. 22/7/2024 નારોજ જીલ્લા ક્ષય અને એચઆઈવી અધિકારી ડો.આર.ડી પહાડિયા તાલુકા આરોગ્ય અધિકારી ડો ભગીરથ બામણીયાના માર્ગદર્શન હેઠળ સીએસસી કતવારાના આગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દસલા ગ્રામ પંચાયત ખાતે ચાંદીપુરમ, ટીબી, એડ્સ, હેપેટાઇટિસ બી જેવા રોગો વિશે IEC પ્રચાર પ્રસાર કરવામાં આવી અને લોકોને પત્રિકા પોસ્ટરના માધ્યમથી સમજ આપવામાં આવી. જેમાં ગામના સરપંચ ગરવાળ ચતુરીબેન કનુભાઈ તથા તલાટી પટેલ અભિભાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર સેજલબેન તેમજ આગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ આઈસીટીસી કાઉન્સિલર વિનોદકુમાર વિ. પસાયા હાજર રહ્યા હતા.