દાહોદ, દાહોદ તાલુકાના ભાટીવાડા મુકામે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા યોજેલ ગ્રાહક જાગૃતિ શિબિરમાં ભાઠીવાડાના સરપંચ નરેશભાઈ મેડા તથા સુરેશભાઈ મેડા, ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી કમલેશભાઈ સુથાર, જીતેન્દ્રભાઈ પંચાલ તથા લક્ષ્મણભાઈ ભાટિયાએ હાજરી આપી હતી. ભાઠીવાડા ગામના નાગરિકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી બિલ લેવાનો આગ્રહ રાખવો. ઓનલાઇન ખરીદીમાં તકેદારી રાખવી. લોભામણી જાહેરાતથી છેતરાવુ નહી. સરકારના ગુણવત્તાયુકત માનાંકવાળી વસ્તુઓ ખરીદવા જણાવવામાં આવ્યું. અંતે ગ્રાહક જાગૃતિની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.