ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા નગરાળાની વિશ્ર્વકર્મા મા.અને ઉ.મા.શાળા ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો

દાહોદ, ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ તરફથી વિશ્ર્વકર્મા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ગ્રાહકના અધિકારો, ફરિયાદ નિવારણ તેમજ લોભામણી જાહેરાતથી છેતરાશો નહી. આ અંગે શાળાના આચાર્ય કૃષ્ણપાલસિંહ સોલંકી તેમજ ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી કમલેશભાઈ સુથાર તથા જીતેન્દ્રભાઈ પંચાલે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.