રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં નિર્ણય: ખાતાકીય પરીક્ષાઓમાં ગ્રેસીંગ માર્ક્સ અપાશે

  • કોઈ એક વિષયમાં 5 ગુણ ગ્રેસ આપવાની જાહેરાત
  • એક વિષયમાં 50થી ઓછા ગુણના કિસ્સામાં ગ્રેસિંગ અપાશે
  • અન્ય વિષયોમાં 50થી વધુ ગુણ મેળવનારને જ 5 માર્ક ગ્રેસ અપાશે

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સરકારી વિભાગોમાં લેવામાં આવતી ખાતાકીય પરીક્ષાઓમાં કર્મચારીઓને 5 માર્ક્સ ગ્રેસીંગ તરીકે આપવાનો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે ખાતાકીય પરીક્ષાઓમાં ગ્રેસીંગ માર્ક્સ આપવાના નિર્ણય અંગે જાહેરાત કરી હતી કે, ખાતાકીય પરીક્ષાના કોઈ 1 વિષયમાં 5 ગુણ ગ્રેસ તરીકે આપવામાં આવશે. પરંતુ આ ગ્રેસીંગ માર્ક્સ ખાતાકીય પરીક્ષાના કુલ વિષયોના ફક્ત 1 વિષયમાં 50 થી ઓછા ગુણ હોવાના કિસ્સામાં જ આપવામાં આવશે. સાથે સાથે અન્ય વિષયોમાં 50થી વધુ ગુણ હોવા ફરજીયાત રહેશે.