
JOB Recruitment Latest News: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 266 જગ્યાઓ ભરવા માટે કરાઇ જાહેરાત, આજથી વેબસાઈટ પર 1 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
- ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરાઇ જાહેરાત
- 266 જગ્યાઓ ભરવા માટે કરાઇ જાહેરાત
- પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત
- પેટા હિસાબનીશની 116 જગ્યા માટે ભરતી
- પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓમી ભરતી
- આજ થી વેબસાઈટ પર 1 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
JOB Recruitment News : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરાશે અને આજથી 1 માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
