પણજી, આમ આદમી પાર્ટીના ગોવા પ્રમુખ અમિત પાલેકરને રાજ્યની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. તેમણે રોડ રેજના એક કેસમાં ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને લઈને પાલેકરે કહ્યું કે- તેમાં મારો કોઈ જ હાથ નથી. તેમણે પોલીસની કસ્ટડીમાં જ મીડિયા સાથે વાત કરતા કહ્યું- આ એક રીતે ડર્ટી પોલિટિક્સ છે. મારી આ ઘટના સાથે કોઈ જ લેવાદેવા નથી.અમિત પાલેકર પર આરોપ છે કે તેમણે રોડ રેજના એક કેસના પુરાવા નષ્ટ કરી દીધા છે. આ ઘટનામાં એક મસડીઝ કારે ત્રણ લોકોને કચડી નાખ્યા હતા.
ઓગસ્ટની શરુઆતના દિવસોમાં ઘટેલી આ ઘટનાને લઈને જ અમિત પાલેકરની ધરપકડ કરવામાં આવી છે. અમિત પાલેકર પર ક્રાઈમ બ્રાંચે આઇપીસીના સેક્શન ૨૦૧ અંતર્ગત કેસ નોંધાવ્યો છે. ક્રાઈમ બ્રાંચે એક અધિકારીએ કહ્યું- પાલેકર એક વ્યક્તિ સાથે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. જેણે તેમણે જણાવ્યું હતું કે તે એસયૂવીનો ડ્રાઈવર છે. એવું તેમણે એટલા માટે કર્યું કે કારને ચલાવનાર વાસ્તવિક ડ્રાઈવરની ઓળખને છુપાવી શકાય.
આપના નેતાએ પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા છે. પાલેકરે કહ્યું- મારી ધરપકડ કરવામાં આવી છે. આ ડર્ટી પોલિટિક્સ છે. આ લોકો મને બે દિવસથી ધમકિઓ આપતા હતા કે જો તે ભાજપ જોઈન ન કર્યું તો પરિણામ ભોગવવા પડશે. આ સંપૂર્ણપણે ગંદુ રાજકારણ છે. તેનાથી વધુ કંઈ જ નથી. આ કેસ સાથે મારે કોઈ જ લેવાદેવા નથી. આ માત્ર એટલા માટે જ કે જેથી મારી ઈમેજને ખરાબ કરી શકાય. આ પહેલા ગોવા પોલીસે આ કેસમાં પરેશ ઉર્ફે શ્રીપદ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તેના પર આરોપ હતો કે તેણે મસડીઝથી ત્રણ વાહનોને ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને એટલા જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ પરેશે જ્યારે કારથી અકસ્માત કર્યો હતો ત્યારે તે શરાબના નશામાં હતો. દુર્ઘટના સમયે તે પોતાના એક મિત્રની સાથે હતો જે એક રિયલ એસ્ટેટ વેપારી છે.