ગોંડલનાં કમઢીયા ગામે પરિણીતા પર પાડોશી શખ્સે દુષ્કર્મ આચર્યું

રાજકોટ,ગોંડલના કમઢીયા ગામે પતિની શોધમાં સીમ વિસ્તારમાં ગયેલ પરિણીતા પર પડોશમાં રહેતા અજય સોલંકી નામના શખ્સે હેવાનિયતનો શીકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને સકંજામાં લીધો હતો.

જે બાદ તે ઘરે પરત ફર્યો ન હતો. જેથી વ્યથીત થયેલ પરિણીતાએ તેના પતિની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પડોશમાં રહેતો અજય સોલંકી નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. જેને તેના પુત્ર સાથે સીમ વિસ્તારમાં તપાસ માટે મોકલ્યો હતો. અજયે વાડીએ જઈને જોયું તો મહિલાનો પતિ દારૂ પીધેલ હાલતમાં બેભાન થઈ પડયો હતો જેથી અજયે મહીલાને ફોન કરી વાડીએ આવવા માટે જણાવ્યું હતું.

જેથી મહિલા વાડીએ જેવા નીકળી હતી. દરમિયાન અન્ય મહીલાના પુત્રને તેના પિતા પાસે બેસવાનું કહી રસ્તામાં મહીલાની સામે આવ્યો હતો અને અંતરીયાળ સીમ વિસ્તારમાં કોઈ ન હોય એકલતાનો લાભ લઈ મહીલા પર બળજબરી કરી મરજી વિરૂધ દુષ્કર્મ ગુજારી નાસી છુટયો હતો. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકે પરિણીતાએ ફરીયાદ નોંધાવતા પીએસઆઈ ઝાલાએ આરોપી અજય સોલંકી વિરૂધ દુષ્કર્મ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ લીધો હતો.