ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢમાં ગણેશ જાડેજા સામે ચાર્જશીટ રજૂ કરાઇ છે. યુવાનને માર મારવાના કેસમાં ચાર્જશીટ રજૂ થઇ છે. તેમાં પોલીસે જુનાગઢ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં પુરાવાઓનો નાશ સહિતની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
યુવાનને માર મારવાના કેસમાં ચાર્જશીટ રજૂ કરાઇ છે. જુનાગઢ સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જસીટ રજૂ કરાઈ છે. જેમાં પુરાવાઓનો નાશ સહિતની કલમોનો ઉલ્લેખ કરાતા હવે ગણેશ જાડેજા સામે કેસ મજબૂત થશે. જુનાગઢમાં એનએસયુઆઇ શહેર પ્રમુખના અપરહણનો કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા જેલમાં છે. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. ગણેશ જાડેજા સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધાયો હતો.
સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ કરી હતી. આગાઉ આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ગણેશ જાડેજા ફરાર હતો. જેમાં તેની ધરપકડ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે,એનએસયુઆઇ પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. જેમાં જુનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમા ગણેશ ગેંગના ૩ સાગરીતોને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગેંગ દ્વારા એનએસયુઆઇ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ હતો. તારીખ ૩૦ મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઇ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવા મામલે ફરિયાદ થઇ છે.