અમદાવાદ,
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળ ગોલ્ડી બ્રાર માસ્ટરમાઇન્ડ હોવાનુ જાણવા મળ્યુ હતુ. હવે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અમેરિકાના કેલિફોનયામાં ઝડપાયો છે. જેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ દાવો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કરવામાં આવ્યો છે. શુક્રવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે, ’કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર આજે સવારે અમેરિકામાં ઝડપાઈ ગયા છે.’
અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી વાત અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી વાત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે અમદાવાદ ગુજરાતમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન સીએમ ભગવંત માને દાવો કર્યો હતો કે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની ધરપકડ બાદ કેલિફોનયા પોલીસે અમારો સંપર્ક કર્યો છે. ટૂંક સમયમાં જ ગોલ્ડી બ્રારને ભારત લાવવામાં આવશે અને તેને સખત સજા આપવામાં આવશે. તેનાથી ઘણા પરિવારોને ન્યાય મળશે. અમદાવાદમાં બોલતા માને કહ્યું કે પંજાબમાં ગેંગસ્ટર કલ્ચર ટૂંક સમયમાં ખતમ થઈ જશે. કેટલાક ગુંડાઓ દેશની બહાર બેઠા છે, તેથી અમે ચેનલમાંથી પસાર થવા માટે બંધાયેલા છીએ.
કેલિફોનયાથી ગોલ્ડી બ્રાર ગિરતાર કેલિફોનયાથી ગોલ્ડી બ્રાર ગિરતાર પોતાની સરકારને બદનામ કરવા પર ભગવંત માને કહ્યું કે આ ગેંગસ્ટરનો જન્મ અકાલી અને બીજેપીના શાસનમાં થયો હતો અને પછી કોંગ્રેસે તેને આશ્રય આપ્યો હતો. માનએ કહ્યું કે અમે પંજાબના સામાજિક તાણાવાણાને કોઈપણ કિંમતે તૂટવા નહીં દઈએ.
અહેવાલો અનુસાર, ઇન્ટરપોલે તાજેતરમાં જ ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. રેડ કોર્નર નોટિસ એ વૈશ્ર્વિક વોરંટ છે જે વિશ્ર્વભરના ૧૯૪ સભ્ય દેશોને તેમના પ્રદેશોમાં ગુનાહિત કેસમાં શંકાસ્પદને શોધી અને ધરપકડ કરવાની મંજૂરી આપે છે. કોણ છે ગોલ્ડી બ્રાર? કોણ છે ગોલ્ડી બ્રાર? ગોલ્ડી બ્રાર પંજાબના શ્રી મુક્તાર સાહિબનો રહેવાસી છે અને ૨૦૧૭માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. ગોલ્ડી બ્રાર લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે અને તેની સામે ૨૦૨૦ અને ૨૦૨૧માં હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટના બે કેસ નોંધાયા હતા. હરિયાણા અને પંજાબના મોડ્યુલ અને શૂટર્સનું સંચાલન કેનેડિયન ગોલ્ડી બ્રાર કરે છે. ગોલ્ડી બ્રાર પણ સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં આરોપી છે. તેણે કેનેડામાં બેસીને મુસેવાલાની હત્યા પણ કરાવી હતી.