ગોલ્ડન ટેમ્પલમાં રાષ્ટ્રીય ધ્વજ પર વિવાદ:ચહેરા પર ત્રિરંગો બનાવીને ગયેલી હરિયાણાની યુવતીને એસજીપીસી કર્મચારીએ રોકી,

જલંધર,શ્રી હરિમંદિર સાહિબ (ગોલ્ડન ટેમ્પલ)માં રાષ્ટ્ર ધ્વજ ને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. હરિયાણાની એક છોકરી જેણે પોતાના ચહેરા પર રાષ્ટ્ર ધ્વજ દોર્યો હતો તેને એક પાઘડીધારી વ્યક્તિએ અટકાવી હતી. યુવતીને અંદર જ જવા દેવામાં આવી નહીં. કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિએ આ યુવતીને રોકી હતી તે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિનો કર્મચારી હતો.

હરિયાણાની યુવતીને ચહેરા પર ત્રિરંગો બનાવીને ગોલ્ડન ટેમ્પલની અંદર જવાની ના પાડનાર SGPCનો કર્મચારી છે કે નહીં તેની પુષ્ટી ભાસ્કર કરતું નથી. પરંતુ હરિયાણવી બોલી રહેલી યુવતી અને શીખ વ્યક્તિ વચ્ચેના વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ અંગે લોકો વિવિધ રીતે ટિપ્પણી પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં છોકરી એક વ્યક્તિ સાથે શીખ વ્યક્તિ પાસે પહોંચે છે અને કહે છે કે આ વ્યક્તિએ તેને રોકી હતી. આ અંગે હરિયાણવી બોલતી વ્યક્તિએ શીખ વ્યક્તિને પૂછ્યું કે ગુડિયાને જતા કેમ રોકી હતી. આના પર શીખ વ્યક્તિ કહે છે કે તેણે તેના ચહેરા પર ત્રિરંગો બનાવ્યો છે, તેથી તેને અટકાવી છે.

આ બાબતે જ્યારે હરિયાણાના વ્યક્તિએ પૂછ્યું કે શું આ ભારત નથી. ત્યારે SGPCનો કર્મચારી કહેવાતો શીખ માણસ કહે છે કે આ ભારત નથી. તેના પર હરિયાણવી વ્યક્તિ કહે છે કે તો પછી આ શું છે. તેના પર શીખ વ્યક્તિ કહે છે કે આ પંજાબ છે. ભારત નથી. આ વાત પર યુવતી ગુસ્સે થઈ જાય છે અને બંને વચ્ચે ઝઘડો થાય છે.

યુવતી સરદાર સાથે વાત કરતી વખતે તેનો વીડિયો પણ બનાવી રહી હતી. આ જોઈને તે શીખ વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે. પહેલાં કહે છે વીડિયો બના રહી હો…બના લો… તે પછી યુવતી જ્યારે સાંભળે છે કે આ ઇન્ડિયા નથી પંજાબ છે ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે શું બકવાસ છે. આ સાંભળી શીખ વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે બકવાસ કોને કહે છે…

જોત-જોતામાં શીખ યુવક મારામારી પર ઉતરી આવે છે અને યુવતીના હાથમાં રહેલાં મોબાઈલ પર હાથ મારે છે. તે મોબાઈલ છીનવવાની કોશિશ પણ કરે છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ કહ્યું કે ગોલ્ડન ટેમ્પલ શ્રી ગુરુ રામદાસજીનો દરબાર છે. આમાં કોઈપણ જાતિ, ધર્મ, દેશની વ્યક્તિને આવતા અટકાવવામાં આવતી નથી કે રોકી શકાતી નથી. એસજીપીસીના પબ્લિક સેક્રેટરીએ કહ્યું કે આવો મામલો તેમના યાનમાં પણ આવ્યો છે. જેથી તેઓ અત્યંત દુ:ખી છે. પરંતુ તેમણે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયો સામે પણ સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે ટિપ્પણી કરનારા લોકોએ એ પણ યાદ રાખવું જોઈએ કે ૧૦૦માંથી ૯૦ શીખોએ આ દેશની આઝાદી માટે આ ત્રિરંગા માટે બલિદાન આપ્યું છે. શીખોએ જ વિશ્ર્વમાં ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે.