મુંબઇ,
અમેરીકામાં યોજાયેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ૨૦૨૩ અંતર્ગત રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ને ફિલ્મના ગીત ‘નાટું નાટું’ને બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો છે. આ પ્રસંગ સમારોહમાં ઉપસ્થિત ફિલ્મના ડાયરેકટર એસએસ રાજામૌલીએ ‘આરઆરઆર’ની સિકવલ બનાવવાની મોટી જાહેરાત કરી હતી.
૮૦માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ૨૦૨૩ના સમારોહમાં ઉપસ્થિત ફિલ્મ મેકર રાજામૌલીએ ‘આરઆરઆર’ની સિકવલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ક્રીપ્ટને લઇને તેની પાસે ફેન્ટાસ્ટિક આઇડિયા છે. અને તે પ્રક્રિયા હેઠળ છે.
ધી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં રેડ કાર્પેટ પરથી રાજામૌલીએ જણાવ્યું હતું કે, જયારે ફિલ્મ ‘આરઆરઆર’ રિલીઝ થઇ અને તેને ખુબ જ આવકાર મળ્યો ત્યારે જ અમે વિચારી લીધું હતું કે, ફિલ્મની સિકવલ બનાવવી. રાજામૌલીએ જણાવ્યું હતું કે, સિકવલ માટે અમારી પાસે કેટલાક સારા આઇડીયા હતા પણ આકર્ષક નહોતા.પરંતુ વિદેશમાં ફિલ્મને આવકાર મળ્યા બાદ કેટલાક અઠવાડીયા બાદ જયારે મેં મારા પિતા અને મારા કઝીન (કે જેઓ ફિલ્મની રાઇટીંગ ટીમનો ભાગ છે) ચર્ચા કરી તો એક ફેન્ટાસ્ટિક આઇડિયા ફિલ્મની સિકવલ માટે આવ્યો હતો. અને તુરંત અમે તેના પર લખવાનું શરૂ કરી દીધું છે.પરંતુ જયાં સુધી સ્ક્રીપ્ટ તૈયાર નહીં થાય ત્યાં સુધી અમે સિકવલ વિષે વધુ વાત નહીં કરી શકીએ. પણ અમે સિકવલની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.