- સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં 1500 રૂપિયા ઘટાડો થયો
- સોનું હાલ લગભગ છ મહિનાના સૌથી નીચા સ્તર પર
- ગ્લોબલ માર્કેટમાં પણ કિંમતમાં ઘટાડો
અમેરિકામાં છેલ્લા અઠવાડિયે જ ફુગાવાના આંકડા બહાર આવ્યા પછી આખી દુનિયાના બજારોમાં રોકાણકારો સાવધાન થઈ ગયા છે. હાલ એવું માનવામાં આવે છે કે ફેડરલ રિઝર્વ આ અઠવાડિયે વ્યાજ દરમાં વધારો કરી શકે છે અને તેને કારણે જ રોકાણકારો યુએસ ડોલરમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે અને તેને કારણે જ સોનાની કિંમતમાં નુકસાન થઈ રહ્યું છે. ગયા અઠવાડિયે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં 1500 રૂપિયા એટલે કે 3 ટકા જેટલો ઘટાડો થયો હતો.
આ કારણે ઘટે છે કિંમત
ગયા અઠવાડિયે અમેરિકામાં ફુગાવાના આંકડા બહાર પાડવામાં આવ્યા પછી એક્સપર્ટ માને છે કે ફેડરલ રિઝર્વ આ અઠવાડિયે વ્યાજ દરમાં 01 ટકા એટલે કે 100 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. આ સિવાય ડૉલરની મજબૂતાઈ પણ સોનાની કિંમતમાં ઘટાડામાં મહત્વનો ભાગ ભજવી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પણ સોનાના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. આજે સવારે MCX પર સોનું 0.3 ટકા ઘટીને 49,237 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. સોનું હાલ લગભગ છ મહિનાના સૌથી નીચા સ્તર પર છે પણ એ જ સમયે 56,820 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.
ગ્લોબલ માર્કેટમાં પણ કિંમતમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં આજે સોનાનો ભાવ 0.42 ટકા ઘટીને 1,667.85 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમત 0.22 ટકા ઘટીને 19.36 ડોલર પ્રતિ ઔંસ થઈ છે. આ સાથે જ પ્લેટિનમના ભાવ પણ 0.47 ટકા ઘટીને 902.73 ડોલર પ્રતિ ઔંસ થયા છે.