ગોધરા,\ પંચમહાલ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા તાપમાનને લઈ બજારો સુમસામ બન્યા છે. તાપમાનનો પારો 43 ડીગ્રીએ પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમ લું વાળા પવનને લઈ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર જોવા મળી છે.
પંંચમહાલ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. આજરોજ ગોધરા શહેરનું તાપમાન 43 ડીગ્રી સુધી પહોંચી જવા પામ્યું હતું. ધમધમતા તાપને લઈ જનજીવન ઉપર અસર જોવા મળી છે. લોકો પોતાના રોજીંદી કામગીરી સવારે અટોપી લઈ બપોરના સમયે ધરમાં પુરાઈ રહ્યા છે. ગરમીને લઈ બજારો સુમસામ નજરે પડી રહ્યા છે. ગત સપ્તાહમાં કમોસમી વરસાદ બાદ ગરમીનો પ્રકોપ વધતાં બફારને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકો કામ વગર ધરની બજાર નિકળવાનું ટાળી રહ્યા છે. લોકો કામ વગર ધરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. પંચમહાલ જીલ્લાના ગોધરા સહિતના તમામ તાલુકાઓમાં તાપમાનનો પારો 43 થી 44 સુધી નોંધાયો છે. ત્યારે લોકો પોતાના આરોગ્યને ધ્યાનમાં લઈ ગરમી અને લુ થી બચવા માટે ઠંડા પીણા અને છાશનું સેવન શરૂ કર્યું છે.